Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આરટીઓમાં ઈન્સ્પેકટર લાંચ લેતાં રંગે હાથ પકડાયા

- મંત્રીએ પારદર્શક વહીવટની વાતો કરી એના બીજા જ દિવસે

- રેતી ભરેલી ટ્રક છોડાવવા માટે ગોઠવવામાં આવેલા એસીબીના છટકામાં ઈન્સ્પેકટર અને એજન્ટ ભરાયાં

ગાંધીનગર, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

સરકારને સૌથી વધારે કમાઈ આપતાં આરટીઓ વિભાગમાં ભ્રષ્ટાચાર પરાકાષ્ઠાએ પહોંચ્યો છે તેમ છતાં સરકારી અધિકારીઓ અને મંત્રીઓ પારદર્શક વહીવટની વાતો કરે છે. ગાંધીનગરની મોડેલ આરટીઓમાં ગઈકાલે મંત્રીએ ઈ-ઓક્શનનો પ્રારંભ કરાવીને જિલ્લામાં પારદર્શક વહીવટ થતો હોવાનો દાવો કર્યો હતો જેના બીજા જ દિવસે એટલેકે આજે આરટીઓનો એક ઈન્સ્પેકટર રેતી ભરેલી ટ્રક છોડાવવા માટે એસીબીએ ગોઠવેલા છટકામાં રૃપિયા દસ હજારની લાંચ લેતાં રંગે હાથ પકડાઈ ગયો હતો.

ગાંધીનગર આરટીઓને રાજ્યની મોડેલ આરટીઓ તરીકે નરેન્દ્ર મોદીએ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બનાવવામાં આવી હતી. જેને લઈને ઘણા અખતરાં ગાંધીનગર આરટીઓમાંથી કરવામાં આવ્યા છે. પેપરલેસ અને લાઈનલેસ આરટીઓ કરવાની વાતો કરતાં રાજ્ય સરકારમાં રૃપિયા આપ્યા વગર કોઈ વહીવટ થતો નથી તે ગાંધીનગર આરટીઓ ઓફીસે સાબિત કરી આપ્યું છે. ગઈકાલે ઈ-ઓક્શનના પ્રારંભ કરાવતી વખતે રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રીએ રાજ્યની આરટીઓમાં પારદર્શક વહીવટ થતો હોવાની હિમાયત કરી હતી. પરંતુ મંત્રીના આ ભાષણના અઢાર કલાકમાં જ એસીબીએ સાબિત કરી બતાવ્યું છે કે આરટીઓમાં રૃપિયા આપ્યા વગર કોઈ કામ થતું નથી.

એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આજે ખાસ છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં રેતી ભરેલી ટ્રક છોડાવવા માટે અગાઉ એજન્ટ મારફતે ઈન્સ્પેકટરે રૃપિયા ર૦ હજારની માંગણી કરી હતી. અરજદારને સાથે રાખીને એસીબીએ માંગણી પ્રમાણે એડવાન્સમાં રૃપિયા દસ હજાર આપવા માટે એજન્ટ ભરતભાઈ પ્રજાપતિને બોલાવ્યો હતો અને તેને ઈન્સ્પેકટર નીતિન.વી.પટેલને આ લાંચના રૃપિયા આપ્યા હતા. ત્યારબાદ એસીબી આરટીઓમાં ત્રાટકી હતી અને આ લાંચના રૃપિયા સાથે ઈન્સ્પેકટર અને એજન્ટને રંગે હાથ પકડી પાડયા હતા. એસીબીએ અરજદારની ફરિયાદના આધારે રંગે હાથ પકડાયેલા ઈન્સ્પેકટર અને એજન્ટ વિરૃધ્ધ ભ્રષ્ટાચાર વિરોધી કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી ધરી હતી.

ટ્રેપ થવાની જાણ થતાં એક કર્મચારી ગેરહાજર!
ગાંધીનગર, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર
ગાંધીનગર આરટીઓનો ભ્રષ્ટ વહીવટ ઉડીને આંખે વળગે તેવો છે. જેને લઈને એસીબી દ્વારા અહીં આજે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. એસીબીની ટ્રેપ આરટીઓમાં થવાની છે તે અંગે અગાઉથી જ જાણી જતાં આરટીઓનો એક કર્મચારી આજે કોઈપણ જાણ કર્યા વગર અચાનક જ ગેરહાજર રહયો હતો.જેને લઈને પણ એજન્ટો અને અન્ય કર્મચારીઓમાં ચર્ચાઓ સાંભળવા મળી હતી.

Post Comments