Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બેફામ દોડતી કારે બાઇકને અડફેટે લેતાં વાવોલના યુવાનનું મોત થયું

- મહાત્મા મંદિર પાસે

- અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઇ ગયો : અન્ય એક યુવાન ગંભીર ઘાયલ

ગાંધીનગર,તા.16 ફેબ્રુઆરી 2017,ગુરુવાર

ગાંધીનગર શહેરના મહાત્મા મંદિર પાસે ગત રવિવારે બપોરે બેફામ દોડતી કારે બાઇક ઉપર જતાં વાવોલના બે મિત્રોને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં ઘાયલ યુવાનને ગાંધીનગરથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખાતે ખસેડાયો હતો પરંતુ સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું હતું. આ અંગે સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગત તા.૧૨મી ફેબુ્રઆરીએ વાવોલ ગામની અંકુર એપાર્ટમેન્ટમાં રહેતો ૨૦ વર્ષીય યુવાન ધુ્રવલ બીપીનભાઇ વ્યાસ અને તેનો મિત્ર અંકિત બાઇક લઇને મહાત્મા મંદિર પાસેથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન એસ.બી.આઇ. એ.ટી.એમ.ની સામે જ પુરઝડપે જતી કાર નં. જી.જે.૦૯.એ.જી. ૬૯૦૦ ના ચાલકે આ યુવાનોના બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત થતાં બાઇક સવાર ધુ્રવલ અને અંકિત ફંગોળાયા હતા અને તેમના શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આટલો ગંભીર અકસ્માત થયો હોવા છતાં કારચાલક ઉભો રહ્યો ન હતો અને કાર લઇને નાસી છુટયો હતો. જો કે, તેની નંબર પ્લેટ ત્યાં જ પડી ગઇ હતી.

તો બીજી બાજુ ગંભીર રીતે ઘવાયેલા બંને યુવાનોને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ધુ્રવલ સંપૂર્ણ બેભાન અવસ્થામાં હોવાથી તેને સારવાર માટે અમદાવાદ સિવિલ લઇ જવાયો હતો પરંતુ ગઇકાલે વહેલી સવારે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. યુવાન પુત્રનું અકાળે અવસાન થતાં પરિવારના માથે આભ ફાટી પડયું હતું. સે-૭ પોલીસે ફરાર કાર ચાલકની ધરપકડ માટે દોડધામ શરૃ કરી છે.

Post Comments