Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'બેબી' ને 'બાબો' લખી દેતા સિવિલ હોસ્પિટલમાં હોબાળો

- નવજાત શીશુના જન્મ બાદ કેસમાં

- પોલીસને બોલાવાઇઃઓટીમાં તમામ બાળકીઓ જ હોવાથી સિવિલ સત્તાધીશોએ ઘટનાને 'સ્લિપ ઓફ પેન' ગણાવી

ગાંધીનગર,તા.16 ફેબ્રુઆરી 2017,ગુરુવાર

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નવજાત શીશુના જન્મ બાદ કેસમાં 'બેબી'ને 'બાબો' લખી દેતા હોબાળો મચ્યો હતો. પ્રસુતાના સગાએ બાળકની હેરાફેરીનો આરોપ કરતા પોલીસ પણ બોલાવી દીધી હતી ત્યારે આ ઘટના ફક્ત સ્લિ ઓફ પેન હોવાનું સિવિલ સત્તાધીશો જણાવી રહ્યા છે અને ઓપરેશન થીએટરમાં તે વખતે કોઇ 'બાબો' જન્મ્યો જ નથી તો તેની હેરાફેરીનો કોઇ અવકાશ રહેતો જ નથી તેવો ખુલાસો પણ સુપ્રિટેન્ડેન્ટે કર્યો છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલની જુની બિલ્ડીંગના પ્રથમ માળે આવેલા ઓપરેશન થીએટરમાં ફક્ત સીઝરીયન સહિત પ્રસુતાઓની જ સર્જરી કરવામાં આવે છે ત્યાં આજે એક પ્રસુતાના સગાએ હોબાળો મચાવી દીધો હતો. બનાવની વિગત એમ હતી કે, સિવિલના આ ઓપરેશન થીએટરમાં સોનલબેન નામના પ્રસુતાનું સીઝરીયન કરવામાં આવ્યું હતું.

ગાયનેક ડોક્ટરે નવજાત શીશુને જોઇને ફોર્મ નં.૧માં 'બેબી' લખ્યું હતું. જ્યારે આ ઓપરેશન થીએટરના સ્ટાફ નર્શ દ્વારા કેસમાં 'બાબો' લખવામાં આવ્યું હતું. જેના કારણે દર્દીના સગો હોબાળો મચાવ્યો હતો અને પોલીસ પણ બોલાવી દીધી હતી. દર્દીના સગાએ બાળકની હેરાફરીનો આરોપ મુક્યો છે. તો આ ઘટના ફક્ત સ્લિપ ઓફ પેન ગણાવીને સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. બિપીન નાયકે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જે વખતે સોનલબેનનું સીઝરીયન કરવામાં આવ્યું તે વખતે અન્ય બે પ્રસુતાઓનું પણ સીઝરીયન કરવામાં આવ્યું હતું.

આ ત્રોણેય પ્રસુતાઓને ફિમેલ ચાઇલ્ડ એટલે કે, 'બેબી' જન્મી હતી.એટલુ જ નહીં, ઓપરેશન થીએટરમાં એક પણ મેઇલ ચાઇલ્ડ એટલે કે 'બાબો' હતો જ નહીં તો તેની હેરાફેરીનો કોઇ પ્રશ્ન રહેતો જ નથી.આ ગંભીર ભુલને પગલે સ્ટાફ નર્સને સુપ્રિડેન્ડેન્ટ ઓફ નર્સ દ્વારા ઠપકો આપવામાં આવ્યો છે અને સિવિલ સુપ્રિડેન્ડેન્ટ દ્વારા પણ આ બાબતે લેખિતમાં ખુલાસો પુછીને નોટિસ આપવામાં આવશે.

Post Comments