Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દહેગામ નગરપાલિકામાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી

- હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે

- કહી ખુશી કહી ગમના માહોલ વચ્ચે ભાજપે સભ્યોને કમલમ્ બોલાવી વ્હીપ આપ્યોઃનવાજુનીના એંધાણ

દહેગામ, તા. 13 જૂન 2018, બુધવાર

દહેગામ નગરપાલિકાની અઢી વર્ષની ટર્મ પુરી થતાં આજે નવા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવશે. સરલાબેન અમીનની પ્રમુખ તરીકેની જવાબદારી તા.૧૪મીએ પૂર્ણ થતાં દહેગામ નગરમાં કોણ નવા પ્રમુખ બનશે તેની ચર્ચાએ વેગ પકડયો હતો.

દહેગામના ભાજપના કોર્પોરેટરોમાં પણ ઘણા દાવેદાર છે. મોટાભાગના લોકોને પ્રમુખપદ માટેની દાવેદારી કરવી છે જેમાં ઘણા સીનીયર કોર્પોરેટરો અને યુવા કોર્પોરેટરોનો સમાવેશ થાય છે.

થોડા દિવસ અગાઉ ભાજપના ૧૦-૧૨ કોર્પોેરેટરોએ ગાંધીનગરમાં રજૂઆત કરી હતી છતાં પણ પાર્ટીએ તેમની વાતને કાને ન લીધી હોવાની પણ વાતો લોકોમાં પ્રસરી છે અગાઉના પ્રમુખ અમીન જ્ઞાાતિમાંથી આવતા હોવાથી આ વખત અન્ય જ્ઞાાતિઓમાંથી કોઈને મોકો મળે તે હેતુથી રજૂઆત કરાઈ હતી.

આજ રોજ દહેગામના તમામ કોર્પોરેટરોને ગાંધીનગર ખાતે બોલાવી મીટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ કલોલ નગરપાલિકામાં જે ઘટના બની તે દહેગામમાં ન સર્જાય તેની તકેદારી લેતાં આ મીટીંગ યોજવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ દહેગામના મોટા ભાગના કોર્પોરેટરોનો આજે ગાંધીનગર ખાતે જ મુકામ રહેશે અને ચૂંટણી સમયે બધાને પરત લાવવામાં આવશે તેવી વાતો ચર્ચાઈ રહી છે. ર૦૧૯માં આવતી લોકસભાની ચૂંટણીને પણ ધ્યાનમાં રાખી અને નવા પ્રમુખની વરણી પાર્ટી દ્વારા કરવામાં આવશે. કારણકે જો પાર્ટીમાં વિખવાદ હશે તો તેની અસર આવતી લોકસભાની ચૂંટણીઓ ઉપર પણ પડી શકે છે.

Post Comments