Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચાઈનીઝ દોરી અને પાંચ હજાર પ્લાસ્ટિકના પતંગ જપ્ત કર્યા

- કોર્પોરેશનની ટીમે સે-ર૧માંથી

- કરૃણા અભિયાન અંતર્ગત થયેલી કાર્યવાહીમાં સંતાડી રખાયેલી રપ ચાઈનીઝ ફીરકી જપ્ત

ગાંધીનગર, તા. 13 જાન્યુઆરી, 2018, શનિવાર

ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં ચાઈનીઝ દોરી અને પ્લાસ્ટિક પતંગ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ત્યારે આજે મહાનગરપાલિકાની ટીમે સે-ર૧માં પતંગ બજારમાં તપાસ કરીને સંતાડી રખાયેલી ચાઈનીઝ દોરીની રપ ફીરકી તેમજ પાંચ હજાર જેટલા પ્લાસ્ટિકના પતંગ કબ્જે કર્યા હતા.

કરૃણા અભિયાન અંતર્ગત ઘાતક એવી ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ તુક્કલો ઉપર જિલ્લા તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને આ અંગે વિધિવત જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારે કોર્પોરેશનના અધિકારી મહેશ મોડ અને તેમની ટીમે આજે સે-ર૧માં તપાસ કરી હતી અને ચાઈનીઝ દોરીની સંતાડી રખાયેલી રપ ફીરકી કબ્જે કરી હતી.

તો વિવિધ પતંગ સ્ટોલોમાં પણ તપાસ કરીને પાંચ હજાર જેટલા પ્લાસ્ટીકના પતંગ પણ કબ્જે લેવામાં આવ્યા છે. જેના કારણે વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. હજુ આજે રાત્રે પણ આ ટીમો દ્વારા તપાસ કરવામાં આવનાર છે અને પ્રતિબંધિત વસ્તુઓ પકડવામાં આવશે.

Post Comments