Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાયપુર નર્મદા કેનાલમાં બે બાળકોને ફેંકનાર માતા સામે હત્યાનો ગુનો નોંધાયો

ગાંધીનગર, તા. 13 જૂન 2018, બુધવાર

ગાંધીનગર શહેર નજીક આવેલા રાયપુર નર્મદા કેનાલમાં બે દિવસ અગાઉ બે બાળકીઓ સાથે પડનાર મહિલાનો બચાવ થયો હતો જ્યારે તેની બે બાળકીઓના મોત નીપજયા હતા.

આ મામલે હવે તેના પતિની ફરીયાદના આધારે ડભોડા પોલીસે મહિલા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. વતનમાં જતી વખતે પતિ સાથે ઝગડો કરી આ મહિલા રસ્તામાં જ ઉતરી ગઈ હતી અને બાળકીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું.  

વતનમાં જતી વખતે પતિ સાથે ઝગડો કરી મહિલા ઉતરી ગઈ હતી અને બાદમાં કેનાલમાં પડી હતી
ગાંધીનગર શહેર નજીક આવેલા રાયપુર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ગત રવિવારે બપોરના સમયે અમદાવાદના સૈજપુર ખાતે રહેતી મહિલા હંસાબેન તેની બે બાળકીઓ સાત વર્ષીય હર્ષિદા અને ચાર વર્ષીય ખુશી સાથે દુપટ્ટો બાંધીને કેનાલમાં પડી હતી. તેથી ત્યાં હાજર સિક્યોરીટીના જવાનો મહિલા હંસાબેનને બચાવી લીધી હતી જ્યારે બે બાળકીઓના ડુબી જવાના કારણે મોત નીપજયા હતા.

આ મહિલાને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ હંસાબેનના પતિ શૈલેષભાઈને થઈ હતી. જેથી પોલીસને તેમણે જણાવ્યું હતું કે તા.૧૦મીએ તે તેમની પત્નિ હંસાબેન અને બે પુત્રીઓ સાથે બાઈક લઈને દોલતાબાદ જવા માટે નીકળ્યા હતા. તે દરમ્યાન દહેગામ નરોડા હાઈવે ઉપર ભાવના ફાર્મ નજીક હંસાબેને વતનમાં જવું નથી તેમ કહયું હતું અને તમે એકલા જઈ આવો મને ભાડુ આપી દો હું પરત ઘરે જઈશ.

નહીંતર બાઈક ઉપરથી કુદકો મારી દઈશ તેવી ચિમકી આપતાં શૈલેષભાઈએ બાઈક સાઈડમાં કર્યું હતું અને ત્યારબાદ આ બન્ને બાળકીઓને લઈ હંસાબેન ત્યાંથી નીકળી ગયા હતા. જેથી તેમની ફરિયાદના આધારે ડભોડા પોલીસે હંસાબેન સામે બે બાળકીની હત્યાનો ગુનો નોંધ્યો છે.

Post Comments