Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૧૩.૫ ડિગ્રી વચ્ચે ફુલગુલાબી ઠંડીનો અહેસાસ કરતાં નગરજનો

- અચાનક જ બદલાયેલાં વાતાવરણના પગલે મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં ઘટાડો નોંધાયો

ગાંધીનગર, તા. 13 નવેમ્બર, 2017, સોમવાર

પાટનગરમાં છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં થઇ રહેલાં ઘટાડાના પગલે ઠંડીનો ચમકારો પણ તેજ બન્યો છે ત્યારે સોમવારે લઘુત્તમ તાપમાન ૧૩.૫ ડિગ્રીએ આવીને અટકી જતાં ફુલગુલાબી ઠંડીનો અહેસાસ નગરજનોને કરવો પડી રહ્યો છે. ગુજરાતના અન્ય શહેરો કરતાં ગાંધીનગર ઠંડુ શહેર બન્યું છે.

શિયાળાની મોસમ પાટનગરમાં ધીમે ધીમે જામતી જતી હોય તેમ મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. થોડા દિવસ અગાઉ મહત્તમ તાપમાનનો પારો ૩૫ ડિગ્રીથી ઉપર પહોંચ્યો હતો. જ્યારે લઘુત્તમ તાપમાન ૧૫ થી ૨૦ ડિગ્રીની વચ્ચે નોંધાતાં તેની અસર દિવસ અને રાત્રીના સમયે અનુભવવા મળતી હતી. 

શિયાળાની મોસમ ગાંધીનગરમાં ધીમે ધીમે જામતી જતી હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી તાપમાનના પારામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે ત્યારે સોમવારે મહત્તમ તાપમાનનો પારો ૩૨.૫ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૩.૫ ડિગ્રીએ આવીને અટક્યું હતું. આમ શહેરમાં ફુલગુલાબી ઠંડીનો ચમકારો દિવસ અને રાત્રીના સમયે નગરજનોને અનુભવવા મળી રહ્યો છે ત્યારે ગરમ વસ્ત્રોમાં સજ્જ થઇને અવર જવર કરવાનું મુનાસીફ નગરજનો માની રહ્યાં છે તો બીજી તરફ આગામી દિવસોમાં હજુ વધારે ઠંડી પડવાની આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

ધીમે ધીમે શહેરમાં શિયાળો જામતો જતો હોય તેમ વહેલી સવારે ધુમ્મસ ભર્યા વાતાવરણનો સામનો નગરજનો કરી રહ્યાં છે. જે પ્રકારે હાલમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે તેના પગલે આગામી દિવસોમાં ઠંડી કાતિલ બનાવાની સંભાવના જોવા મળી રહી છે. જે પ્રકારે તાપમાનનો પારો ઘટી રહ્યો છે તેના પગલે ટુંક જ સમયમાં ૧૦ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાશે. તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Post Comments