Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગાંધીનગરમાં 'સ્કૂલ બંધ'ના એલાનને નબળો પ્રતિસાદ

- રાજ્ય વાલી મંડળે લડત ચલાવી હતી પરંતુ જિલ્લાની એક પણ ખાનગી સ્કૂલ બંધ ન રહી

ગાંધીનગર, તા. 12 જાન્યુઆરી, 2018, શુક્રવાર

રાજ્ય સરકાર દ્વારા ફી નિયમન ધારાનું અમલીકરણ કરવા માટે તમામ શાળાને ફરમાન કરવામાં આવ્યું છે તેમ છતા ફી નિયમનનું પાલન નહીં કરતી શાળા વિરુધ્ધમાં રાજ્યના વાલી મંડળે લડત ચલાવી હતી અને તા.૧૨મીએ શાળા બંધનું એલાન આપ્યું હતું જેને ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં નબળો પ્રતિસાદ સાંપડયો છે અને તેમામ સ્કૂલો ચાલુ રહી છે.

રાજ્ય સરકાર દ્વારા ખાનગી સ્કૂલમાં લેવામાં આવતી તગડી ફીની સામે ફી નિયમન કાયદો ઘડયો હતો જેને કેટલીક સ્કૂલોએ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ કોર્ટે પણ ફી નિયમન કમિટિની ફેવરમાં ચૂકાદો આપતા રાજ્ય સરકાર દ્વારા આ ફી નિયમન કાયદાનું કડકમાં કડક પાલન થાય તે માટે કાર્યવાહી શરૃ કરી દિધી છે તેમ છતા ઘણી શાળાઓ દ્વારા છુપી ફી વસુલવામાં આવી રહી છે.

વિવિધ બહાના હેઠળ સ્કૂલોમાં વાલીઓ પાસેથી ફી ઉઘરાવવાની શરૃ જ છે તેવી સ્થિતિમાં રાજ્યના વાલી મંડળે ખાસ લડત ચલાવી છે જેને લઇને આજે એટલે કે, તા.૧૨મીએ સ્કૂલ બંધનું એલાન તેમણે આપ્યું હતું પરંતુ ગાંધીનગર શહેર તેમજ જિલ્લાની તમામ શાળાઓ આજે ચાલુ રહી હતી.

આ અંગે જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, ખાનગી સ્કૂલોનું રીપોર્ટીંગ આજે ખાસ કરવામાં આવ્યું હતું જેમાં તમામ ખાનગી સ્કૂલ કાર્યરત હતી. ત્યારે ગાંધીનગર જિલ્લામાં કોઇ વાલી મંડળ સક્રિય નહીં હોવાને કારણે સ્કૂલો બંધ નહીં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તો ઘણી સ્કૂલો દ્વારા આ દિવસો દરમિયાન પ્રવાસનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

તો એક સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ગેરહાજરી પણ કોઇ સ્કૂલમાં નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી આ સ્કૂલ બંધના એલાનને ગાંધીનગર શહેર અને જિલ્લામાં નબળો પ્રતિસાદ સાંપડયો હોય તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર શહેર કે જિલ્લામાં કોઈપણ વાલી મંડળ સક્રિય નથી જેના કારણે આ બંધના એલાનને નબળો પ્રતિસાદ મળ્યો છે.

Post Comments