Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એક દાતાનું લોહી હવે ત્રણ દર્દીઓના કામે લઇ શકશે

- ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં

- એક જ બોટલમાંથી કોમ્પોનેટ મશીન વડે રક્તકણો,પ્લેટલેઇટ અને પ્લાઝ્માને અલગ પાડી જરૃરીયાતમંદ દર્દીને ચઢાવાશે

ગાંધીનગર,બુધવાર તા. 13 સપ્ટેમ્બર 2017
રક્તદાન કરવા માટે સામાજિક સંસ્થાઓ દ્વારા યુવાનોને જાગૃત કરવામાં આવે છે તેમ છતા હોસ્પિટલોમાં બ્લડની અછર રહે છે તેવી સ્થિતિમાં કોમ્પોનેટ મશીન વસાવીને તેના જરૃરી પ્રમાણપત્રો મેળવી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એક જ લોહીમાંથી વિવિધ ઘટકો જુદા પાડીને તેને ત્રણ જુદા-જુદા દર્દીઓ માટે ઉપયોગમાં લહી શકાય તેેવી કોમ્પોનેટની સીસ્ટમ શરૃ કરવામાં આવી છે જેમાં રક્તકણો, પ્લેટલેઇટ અને પ્લાઝ્માને અલગ-અલગ પાડવામાં આવે છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૧૯૯૨થી બ્લડબેંક કાર્યરત છે જેનો અનેક દર્દીઓએ નિઃશુલ્ક લાભ લીધો છે ત્યારે વારંવાર સર્જાતી લોહીની અછતને નિવારવા અને વધુમાં વધુ દર્દીઓને બ્લડબેંક બ્લડ આપી શકે તે હેતુથી કોમ્પોનેટ સિસ્ટમ શરૃ કરવામાં આવી છે. રક્તદાતાના રક્તમાંથી અલગ-અલગ ઘટકો પાડીને જે તે ઘટકના જરૃરીતાયમંદ દર્દીઓને તે ઘટકો કે લોહી ચઢાવવામાં આવે તે પધ્ધતીથી આ કોમ્પોનેટ કાર્યરત છે જેના માટે ફુડ એન્ડ ડ્રગ સહિતના તમામ વિભાગના લાયસન્સ પણ ગાંધીનગર સિવિલે મેળવી લીધા છે ત્યારે આ કોમ્પોનેટ સિસ્ટમ અંગે બ્લડબેંકના ઇનચાર્જ ડો. હર્ષિદ પટેલે જણાવ્યું હતું કે, રક્તદાતાઓના લોહીમાંથી તેના જરૃર પ્રમાણેના ઘટકો જેવા કે, પેક્ડરેડ બ્લડ સેલ, કોન્સન્ટ્રેટ, ફ્રેશ ફ્રોજન પ્લઝ્મા, પ્લેટલેટ કોન્સન્ટ્રેટ, ક્રાયો પ્રેસીપીટેટ જેવા ઘટકો આ કોમ્પોનેટ મશીનની મદદથી છુટા પાડવામાં આવે છે.

કોમ્પોનેટના મશીનમાં જુદી-જુદી સ્પિડે લોહીને ફેરવવામાં આવ્યા બાદ તેમાંથી નિકળતા રક્તકણો, પ્લેટલેટ અને પ્લાઝ્માને જરૃરીયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક આપવામાં આવે છે. હાલની રોગચાળાની તેમજ અતિવૃષ્ટીની ઋતુમાં આ સિસ્ટમ વધુ અસરકારક રહી છે એન વધુમાં વધુ દર્દીઓને આ કોમ્પોનેટ સિસ્ટમનો લાભ મળ્યો છે.

એક જ રક્તમાંથી ત્રણ ઘટકો જુદા પાડીને ત્રણ દર્દીઓ તેનો ઉપયોગ કરી શકે છે જેનાથી લાભ લેનાર દર્દીઓને બીનજરૃરી અન્ય ઘટકની આડઅસર પણ થતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એક ગર્ભવતી મહિલા દર્દીને ૯ પેક્ડરેડ બ્લલ સેલ, પાંચ ફ્રેશ ફ્રોજન પ્લાઝમા અને ૪ પ્લેટલેટ એમ કુલ ૧૮ યુનીટ રક્ત આપીને મહિલા દર્દી અને તેના આવનારા બાળકને બચાવી લેવામાં આવ્યું હતું.

Post Comments