Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઝરીનની ડૂબતી કારકિર્દીને સલમાન 'ભાઇ' તારી શકશે ?

-પહેલી ફિલ્મ વીર સલમાન સાથે જ કરી હતી

-સલમાને ઘણાની કારકિર્દીને ઊંચકવામાં મદદ કરી છે

મુંબઇ તા.૧૭

હોનહાર અભિનેત્રી ઝરીન ખાનની ડૂબી રહેલી કારકિર્દીને સુપર સ્ટાર સલમાન ખાન 'ભાઇ' તારી શકશે કે કેમ એ સવાલ આજકાલ કૉકટેલ સર્કિટમાં ચર્ચાઇ રહ્યો હતો.

સલમાને અગાઉ ઘણાની કારકિર્દીને તારી હોવાની તવારીખ છે. રણબીર કપૂર સાથેના સંબંધોનો અંત આવ્યો અને સિદ્ધાર્થ મલ્હોત્રા કે આદિત્ય રોય કપૂર સાથેની ફિલ્મો ફ્લોપ નીવડી ત્યારે કેટરિના ડિપ્રેસ થઇ રહી હતી. એને સલમાને ફરી પોતાની પાંખમાં લીધી અને એ ટાઇગર જિંદા હૈથી ફરી ટોચની કલાકાર બની ગઇ. એવા જ દાખલા જેક્લીન ફરનાન્ડિસ, ડેઝી શાહ વગેરેના છે. તાજેતરમાં એણે બોભી દેઓલને પણ પોતાની સાથે લઇને રેસ થ્રીમાં સાઇન કરાવ્યો હતો. ઝરીન ખાને પણ કારકિરર્દીનો આરંભ સલમાન ખાન સાથે ૨૦૧૦માં રજૂ થયેલી અને ઠીક ઠીક હિટ નીવડેલી ફિલ્મ વીરથી કર્યો હતો. પરંતુ ત્યારબાદ ઝરીન ખાનને એવી કોઇ સારી ઑફર્સ મળી નહીં.

જો કે ઝરીને ત્યારબાદ હેટ સ્ટોરી થ્રી, વજહ તુમ હો, અક્ષર ટુ અને ૧૯૮૧ જેવી ફિલ્મો કરી હતી પરંતુ એની કારકિર્દી ઊંચકાઇ નહીં કે એ લિસ્ટના કલાકારોમાં ગણાતી થઇ નહીં. સલમાન ઘણીવાર એના નામનો ઉલ્લેખ કરતો હોય છે.

હવે ઝરીને સંકોચ છોડીને સલમાનની મદદ માગી છે કે  ભાઇ મારી ડૂબતી કારકિર્દીને બચાવી લો. જો કે હાલ સલમાનના હાથમાં જેટલી ફિલ્મો છે એ બધીમાં હીરોઇનો નક્કી થઇ ચૂકી છે અને કેટલીક ફિલ્મો તો ઓલરેડી ફ્લોર પર છે એટલે તત્કાળ તો સલમાન કશું કરી શકે એવી સ્થિતિમાં જણાતો નથી. કાલની કોને ખબર !

Post Comments