Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોલ્હાપુરના લોકેશનની માહિતી તોફાનીઓને આપી કોણે ?

-આ સવાલ પદ્માવતીનની ટીમને સતત મૂંઝવી રહ્યો છે

-યુનિટમાં કોઇ ગદ્દારી કરી રહ્યું છે કે ?

મુંબઇ તા.૨૦

ટોચના ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની લેટેસ્ટ ફિલ્મ પદ્માવતીના રાજસ્થાનના સેટ પર કરણી સેનાએ મચાવેલા દંગલ પછી મહારાષ્ટ્રના કોલ્હાપુર લોકેશનની માહિતી કરણી સેના કે રાજપૂત સેનાને આપી કોણે એ સવાલ હાલ ભણસાલીની ટીમને મૂંઝવી રહ્યો છે.

ચોક્કસ સ્થળે અને ચોક્કસ વિસ્તારમાં સેટની કીમતી સામગ્રી પડી છે એટલી હદે ચોક્કસ માહિતી તોફાનીઓને કોઇ જાણકાર અને અંદરની વ્યક્તિ સિવાય કોણ આપી શકે એવો વિચાર પણ ટીમને સતાવી રહ્યો છે. જો અંદરની કોઇ વ્યક્તિ ફૂટેલી હોય તો એ ગંભીર પરિસ્થિતિ કહેવાય એવું આ ટીમના સભ્યો સમજે છે.

એક સૂત્રે કહ્યું કે કોલ્હાપુરના લોકેશનની વિગતો શૂટિંગમાં અનિવાર્ય હોય એવા યુનિટ મેમ્બર્સ સિવાય કોઇને ખબર નહોતી. ઇવન સંજય લીલા ભણસાલીની માતાને પણ આ લોકેશનની ખબર નહોતી. તો પછી તોફાનીઓ ત્યંા શી રીતે પહોંચી ગયા ? એ સવાલનો જવાબ ભણસાલી અને તેમની નજીકનાં સાથીઓ શોધી રહ્યા છે.

ઔર એક રસપ્રદ મુદ્દો એ પણ છે કે જોધપુરમાં જે યુનિટ મેમ્બર્સ પર હુમલો થયો હતો એજ યુનિટ મેમ્બર્સ પર કોલ્હાપુરમાં પણ હુમલો કરવાની તોફાનીઓની યોજના હોવાનું જાણવા મળ્યુ ંહતું.

જો કે આ બે ઘટનાથી સંજય લીલા ભણસાલી હતાશ ન થઇ જાય એ માટે યુનિટના વફાદાર સભ્યોએ ગીત સંગીત દ્વારા ભણસાલીનો મૂડ સાચવી રાખવાના પ્રયાસો પણ હાથ ધર્યા હતા.

અત્યાર અગાઉ દેવદાસ વખતે પણ સંજય લીલા ભણસાલીએ અત્યંત ટેન્શન તળે કામ કર્યું હતું. નિર્માતા હૉસ્પિટલમાં હતા, પૈસા ખૂટી જવા આવ્યા હતા અને ડાયરેક્ટર ફિલ્મ બનાવી રહ્યા હતા.

Post Comments