Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સન ઑફ સરદારની સિક્વલ બનવાની શક્યતા

-ડાયરેક્ટર અશ્વિની ધીર કહે છે

-અજય દેવગણ અને સોનાક્ષી સિંહાએે મુખ્ય રોલ કર્યા હતાટોચના અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણની હિટ ફિલ્મ સ

મુંબઇ તા.૧૯

 ટોચના અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણની હિટ ફિલ્મ સન ઑફ સરદાર (૨૦૧૨)ની સિક્વલ બનવાની શક્યતા ઊજળી હોવાનું મૂળ કોમેડી ફિલ્મના ડાયરેક્ટર અશ્વિની ધીરે કહ્યું હતું.

ધીરે કહ્યું કે જે રીતે બધું ગોઠવાઇ રહ્યું છે એ રીતે પાર પડે તો હું અને અજય દેવગણ સન ઑફ સરદારની સિક્વલ બનાવીશું. મૂળ ફિલ્મમાં અજય દેવગણ અને સોનાક્ષી સિંહાએ મુખ્ય રોલ કર્યા હતા.  ધીરે કહ્યું કે મેં સિક્વલ બાબત મારી સ્ટોરીલાઇન અજયને કહી હતી અને એને એમાં રસ પડયો હતો.

૨૦૧૫માં અજયે ૧૮૯૭ની બેટલ ઑફ સારગઢીની કથા સાથે વણી લઇને સન ઑફ સરદારની સિક્વલ બનાવવાની જાહેરાત કરી હતી. ધીરે કરેલા દાવા મુજબ એ કથા સાથે મેં રજૂ કરેલી સ્ટોરીલાઇનને કશી લેવાદેવા નથી. હું જે સિક્વલની વાત કરી રહ્યો છું એ કોમેડી હશે, એને બેટલ સાથે કશી લેવાદેવા નથી.  મારે અજય સાથે વાત થઇ ચૂકી છે. એણે મારી આગામી કોમેડી ફિલ્મ ગેસ્ટ ઇન લંડનમાં કેમિયો રોલ કર્યો છે.

અગાઉ રજૂ થયેલી સુપરહિટ કોમેડી ફિલ્મ અતિથિ તુમ કબ જાઓગેમાં અજય હીરો હતો એ યાદ રાખવા જેવું છે. ગેસ્ટ ઇન લંડન અતિથિ તુમ કબ જાઓગેની સિક્વલ છે એવી વાતો વચ્ચે ઊડી હતી.

Keywords We,may,make,sequel,to,Son,of,Sardar,

Post Comments