Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિશાલે કોમેડિયન સુનીલ ગ્રોવરને સાઇન કર્યો

-છૂરિયાં ફિલ્મમાં દેખાશે

-સાન્યા અને રાધિકા બે બહેનોના રોલમાં છે

મુંબઇ તા.૧૭

 સગ્ગી માજણી બહેનો વચ્ચે થયેલી ગળાકાપ સ્પર્ધાની વાત કરતી વિશાલ ભારદ્વાજની ફિલ્મ માટે કોમેડિયન સુનીલ ગ્રોવરને તાજેતરમાં સાઇન કરવામાં આવ્યો હતો.  

અત્યાર અગાઉ સુનીલે ટોચના એેક્શન સ્ટાર અક્ષય કુમારની સુપરહિટ ફિલ્મ ગબ્બર ઇઝ બેકમાં એક નાનકડો પરંતુ મહત્ત્વનો રોલ કર્યો હતો. હવે એ વિશાલની ફિલ્મમાં ચમકવાનો છે. અગાઉ એવી વાતો ઊડી હતી કે બંને બહેનોના પિતાના રોલમાં વિજય રાજ ચમકશે. વિશાલે વિજય રાજને પણ સાઇન કર્યા હતા. પરંતુ એમના રોલની સ્પષ્ટતા ત્યારે કરાઇ નહોતી.

સુનીલ આ બંનેમાંથી કોઇ હીરોઇનનો બૉયફ્રેન્ડ નથી એવી માહિતી આપતાં એક યુનિટ મેમ્બરે કહ્યું કે સુનીલ એક મહત્ત્વનો રોલ કરી રહ્યો છે. પરંતુ એ ફિલ્મના હીરો ટાઇપનો રોલ નથી.

વિશાલે સુનીલના રોલ વિશે બોલતાં કહ્યું, મને આનંદ છે કે મારી સાથે વિજય રાજ અને સુનીલ ગ્રોવર જેવા બે સારા કલાકારો છે. સુનીલ આટલો બધો જાણીતો સ્ટાર છે એની મને કલ્પના પણ નહોતી. અભિનેતા અને માણસ બંને રીતે એ સારો છે. સેટ પર બધાંને એની સાથે  વાતો કરવી હોય છે. વિજય રાજ અને સુનીલ બંનેને હું બિનપરંપરાગત રોલમાં રજૂ કરવાનો છું.

Post Comments