Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હીરો-હીરોઇન બંનેની તબિયત સારી નહોતી

-સપના દીદી મોકૂફ રાખવાનું કારણ વિશાલે જાહેર કર્યું

-દીપિકામાં વિટામીન ડી થ્રી ઓછું હોવાનું નિદાન થયું હતું

મુંબઇ તા.૧૪

ટોચના ફિલ્મ સર્જક વિશાલ ભારદ્વાજે કહ્યું હતું કે મારી ક્રાઇમ થ્રીલર સપના દીદી ફ્લોર પર જાય એ પહેલાં મોકૂફ રાખવાની મને ફરજ પડી હતી કારણ કે ફિલ્મના બંને મુખ્ય કલાકારોની તબિયત સારી નહોતી.

આ ફિલ્મમાં ઇરફાન ખાન અને દીપિકા પાદુકોણ મુખ્ય રોલ કરી રહ્યાં છે. ઇરફાનની તબિયત બગડી ત્યારે શરૃમાં એના ફેમિલિ ડૉક્ટરે સ્થાનિક વિસ્તારમાં કમળાનો વાયરો હોવાથી ઇરફાનને કમળો થયો હોવાનું નિદાન કરીને સારવાર શરૃ કરી હતી. પરંતુ વિગતવાર મેડિકલ ટેસ્ટ થયા બાદ ખુદ ઇરફાન એ જાણીને ચોંકી ઊઠયો હતો કે એને કોઇ ગંભીર બીમારી થઇ છે જેની સારવાર વિદેશમાં લેવા જવું પડશે. વિશાલને આ વાતની જાણ થતાં એણે તરત ઇરફાનને તાકીદ કરી હતી કે પહેલાં સારવાર લઇને સાજો થઇ જા. ફિલ્મો તો ઘણી આવશે.

દરમિયાન વિશાલને એવી માહિતી મળી હતી કે પદ્માવતના શૂટિંગ દરમિયાન સતત અનિયમિત આહારવિહારના પગલે દીપિકાના શરીરમાં વિટામીન ડી થ્રીની ઊણપ સર્જાણી હતી અને એણે પણ તબીબી સારવાર લેવાની જરૃર હતી. ડૉક્ટરોએ એને કમ્પિલટ બેડ રેસ્ટની સલાહ આપી હતી. વિશાલે કહ્યંુ કે દીપિકાએ તરત વિટામીન ડી થ્રીના ડોઝ લેવા માંડયા હતા પરંતુ ડૉક્ટરો હરી ઝંડી ન આપે ત્યાં સુધી મારે ફિલ્મ ફ્લોર પર લઇ જવી નહોતી.  ફિલ્મનું કામ ચાલુ હોય ત્યારે કલાકારોની તબિયત સાથ ન આપે તો કામ કરવાની મજા ન આવે. આમ બંને કલાકારોની તબિયત બગડેલી હોવાથી મેં સપના દીદી મોકૂફ રાખી હતી.

Post Comments