Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિરાટ-અનુષ્કા પરંપરાગત પોષાકમાં દેખાતા સગાઇની અફવા

- હકીકતમાં એક વિજ્ઞાાપનનું શૂટીંગ ચાલતું હતું

મુંબઇ, તા.૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017
ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી અને એનો 'લેડી લવ' અનુષ્કા શર્મા તાજેતરમાં બંને પારંપરિક અવતારમાં જોવા મળ્યા. જેનો ફોટો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. આ સ્ટાર યુગલના ફોટો જોઇને એમની સગાઇની કોઇ વિજ્ઞાાપનના અફવા પ્રસરી ગઇ હતી.

આ ફોટામાં વિરાટ કાળા રંગની શેરવાનીમાં છે. જ્યારે અનુષ્કાએ લાલ રંગનો લહેગો પહેર્યા છે. વિરાટ અનુષ્કાને નિહાળી રહ્યો છે. અને અનુષ્કા મરક મરક હસી રહી છે. જો કે એના નજીકના સુત્રોના કહેવા પ્રમાણે બંનેનો આ અવતાર એક વિજ્ઞાાપનના શુટિંગ દરમિયાનનો છે.
સૂત્રોના કહેવા મુજબ ગયા મંગળવારે આ વિજ્ઞાાપનનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. જો કે એવો કંઇ બ્રાન્ડનું વિજ્ઞાાપન કર્યું છે એ અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં નથી આવી.
થોડા સમય પહેલા જ અનુષ્કા અને વિરાટ શ્રીલંકામાં સમય પસાર કરતા જોવા મળ્યા હતા. એ પહેલા તેઓ ન્યુયોર્કમાં રજા માણવા ગયા હતા. હાલ અનુષ્કાની એકદમ વ્યસ્ત અભિનેત્રીની યાદીમાં ગણના થતી હોવા છતાં તે પોતાના કહેવાતા બોયફ્રેન્ડ માટે સમય કાઢી જ લે છે.

Post Comments