Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સંજુના ટ્રેલરે ઘણાને વિસ્મયનો અનુભવ કરાવ્યો હતો

-એક માણસના જીવનમાં આટલી બધી ધૂપછાંવ ?

ટોચના ફિલ્મ સર્જક વિધુ વિનોદ ચોપરા કહે છે

મુંબઇ તા.૧૩

 ટોચના ફિલ્મ સર્જક વિધુ વિનોદ ચોપરાએ કહ્યું હતું કે સંજય દત્તની બાયો-ફિલ્મ સંજુનું ટ્રેલર જોનારા સૌ કોઇને નવાઇ લાગી હતી કે એક માણસના જીવનમાં આટલી બધી લીલી સૂકી ?

સિનિયર અભિનેતા સંજય દત્તની બાયો-ફિલ્મ રાજકુમાર હીરાણીએ બનાવી છે અને એમાં રણબીર કપૂરે સંજય દત્તનો રોલ કરવા માટે ખાસ્સી મહેનત ઊઠાવી હતી. આ ફિલ્મના રશ પ્રિન્ટસ્ જોયા પછી વિધુએ રણબીર કપૂરના પણ ભારોભાર વખાણ કર્યા હતા અને કહ્યું હતંુ કે મને પહેલીવાર ખબર પડી કે સંજય દત્તનો રોલ રણબીર કરવાનો છે ત્યારે મને એ વાત ગળે ઊતરી નહોતી પરંતુ રશ પ્રિન્ટ્સ અને ત્યારબાદ ટ્રેલર જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે રણબીર સિવાય કોઇ આ રોલને આટલી સરસ રીતે ભજવી શક્યું ન હોત.

વિધુએ કહ્યું કે સંજય દત્તના જીવનની વાતો જાણીને અમને સૌને વિસ્મય થયું હતું કે આ માણસે એક જીવનમાં કેટલાં જીવન જીવી નાખ્યાં છે. અને છતાં એ સ્વસ્થ રહી શક્યો છે. અનેક સંકટો જીરવી ગયો છે. એમાંથી સાંગોપાંગ બહાર આવી શક્યો છે અને સહકુટુંબ શાંતિપૂર્વક જીવી રહ્યો છે.

૩૦મી મેએ આ ટ્રેલર રિલિઝ થયું ત્યારબાદ ફેસબુક પર ૧૧ મિલિયન અને યુ ટયુબ પર ૩૮ મિલિયન લોકોએ આ ટ્રેલર માણ્યું હતું. એના જે પ્રતિભાવ આવ્યા એના આધારે વિધુ વિનોદ ચોપરા બોલી રહ્યા હતા.

Post Comments