Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કમલા દાસની બાયો-ફિલ્મ વિદ્યાએ છોડી દીધી

-કમલા વિવાદાસ્પદ મલયાલી લેખિકા છે

-ફિલ્મ સર્જક સાથે મતભેદ થયો હોવાની વાતો

મુંબઇ તા.૧૨

ટોચની અભિનેત્રી નેશનલ એવોર્ડ વિજેતા વિદ્યા બાલને વિવાદાસ્પદ મલયાલી સાહિત્યકાર કમલા દાસની બાયો-ફિલ્મ છોડી દીધી હોવાની માહિતી મળી હતી.

આ મલયાલી ફિલ્મ આમીના ડાયરેક્ટર કમલ એક કરતાં વધુ વિવાદોમાં સંડોવાયા હતા. ખાસ કરીને રાષ્ટ્રગીત બાબતમાં એમણે બિનજરૃરી વિવાદ સર્જ્યો હતો. એ સંજોગોમાં વિદ્યાએ એની સાથે કામ કરવાનો વિચાર પડતો મૂક્યો હતો એવું જાણવા મળ્યું હતું. કમલે તાજેતરમાં એવો ખોટો આક્ષેપ પણ કર્યો હતેા કે વિદ્યાએ પોતાના પાત્રની પૂર્વતૈયારી બરાબર કરી નથી એટલે ફિલ્મ મોડી પડી છે. વિદ્યાએ આ વિવાદોના જવાબ આપવા કરતાં ફિલ્મ છોડી દેવાનું બહેતર સમજ્યું હતું અને ફિલ્મ પડતી મૂકી હતી.

વિદ્યાની નિકટનાં સૂત્રોએ જણાવ્યા મુજબ ફિલ્મ સર્જક સાથે વિદ્યાને સર્જનાત્મક બાબતે મતભેદ થયા હતા. વધુ વિવાદ સર્જાય એ પહેલાં એણે ફિલ્મ છોડી દીધી હતી. 'વિદ્યાને ફિલ્મ સર્જક અને આખીય ટીમ માટે પૂરતું માન છે પરંતુ ડાયરેક્ટર કમલ સાથેના એના મતભેદો વધી રહ્યા હતા એ સંજોગોમાં એને એમ લાગ્યું હતું કે વાતનું વતેસર થાય એ પહેલાં ફિલ્મ છોડી દેવી સારી' એમ આ વર્તુળોએ કહ્યું હતું. વિદ્યાનાં વર્તુળોએ કહ્યું હતું કે કોઇ પૂર્વગ્રહ કે ખટરાગ વિના વિદ્યાએ ફિલ્મ છોડી દીધી હતી.

Post Comments