Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પીઢ અભિનેત્રી શ્યામાનું ૮૨ વર્ષની વયે નિધન

-૧૯૫૦-'૬૦ના દાયકાની ટોચની હીરોઇન હતી

-વેમ્પ અને ચરિત્ર ભૂમિકાઓ પણ કરેલી

મુંબઇ તા.૧૫

પીઢ અભિનેત્રી શ્યામાનું મુંબઇમાં નેપિયન સી રોડ પર આવેલા એના નિવાસસ્થાને ૮૨ વર્ષની વયે અવસાન થયું હતું. ૧૯૫૦ અને ' ૬૦ના દાયકાની ટોચની અભિનેત્રી એવી શ્યામાએ હીરોઇન, વેમ્પ અને ચરિત્રનટ એવી ત્રણે પ્રકારની ભૂમિકા ભજવી હતી.

શ્યામાએ ગુરુદત્ત સાથે આરપાર, રાજ કપૂર સાથે શારદા અને ભારત ભૂષણ સાથે બરસાત કી રાત ઉપરાંત ભાઇ ભાઇ, મિલન, ભાભી અને મિર્ઝા સાહિબાન જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો હતો. લાહોરથી ૧૯૪૦ની આસપાસ મુંબઇ આવેલી શ્યામાને શ્યામા નામ રામરાજ્ય અને બૈજુ બાવરા ફેમ ફિલ્મ સર્જક વિજય ભટ્ટે આપ્યુ ંહતું. ટીનેેજર હતી ત્યારેજ ગાયિકા અભિનેત્રી નૂરજહાંના પતિ શૌકત રિઝવીની ફિલ્મ ઝીનતમાં એ ચમકી હતી. આ એ જ ફિલ્મ છે જ્યાંથી કવ્વાલી ફિલ્મોમાં મહત્ત્વની બની રહી હતી.

સમગ્ર કારકિર્દીમાં શ્યામાએ લગભગ દોઢસો ફિલ્મ કરી હતી. ૧૯૫૩માં એ ટોચના કેમેરામેન ફલી મિસ્ત્રીને પરણી હતી અને એને બે પુત્રો અને એક પુત્રી છે.

Post Comments