Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઓક્ટોબરનું ટ્રેલર રિલિઝ થયું

-વરુણ ધવને સોમવારે રિલિઝ કર્યું

-કલાકારો અને ફિલ્મ સર્જકો હાજર હતાં

મુંબઇ તા.૧૩

 ટોચના અભિનેતા વરુણ ધવને સેામવારે પોતાની આગામી ફિલ્મ શૂજિત સરકારની ઓક્ટોબરનું ટ્રેલર રિલિઝ કર્યુ ંહતું. આ પ્રસંગે ફિલ્મની હીરોઇન ટીવી સ્ટાર બનિતા સંધુ, નિર્માતા રોની લાહિરી અને લેખિકા જુહી ચતુર્વેદી પણ હાજર હતાં.

આ પ્રસંગે વરુણે હાજર રહેલા સૌ સ્તબ્ધ થઇ જાય એવું વિધાન કર્યું હતું. એણે કહ્યું કે ઘણીવાર અમને અદાકારોને એમ લાગતું હોય છે કે અમે કૃત્રિમ છીએ. અમારા માટે કોઇ સંવાદ લખે છે, કોઇ અમારાં કોસ્ચ્યુમ્સ તૈયાર કરે છે, કોઇ અમારા માટે લાઇટિંગ કરે છે, કોઇ અમને મેકપ કરે છે તો કોઇ હેર સ્ટાઇલ બનાવે છે... અમને સજાવી ધજાવીને એક પ્રોડક્ટ તરીકે રજૂ કરવામાં આવે છે...આમાં ઓરિજિનલ વરુણ ધવન ક્યાં ? અસલી વરુણ આ બધાંથી પર છે એમ મને લાગે છે.

વરુણની વાતનું અનુસંધાન સાધી લેતાં ડાયરેક્ટર શૂજિત સરકારે કહ્યું કે આ ફિલ્મમાં તમને ઓરિજિનલ વરુણ જોવા મળશે....તરત ફરી વાતનો તંતુ સાંધી લેતાં વરુણે કહ્યું લગભગ રોજ સવારે સેટ પર શૂજિત સર સૌથી પહેલાં એ જોતાં કે મારા માથાના વાળ લઘરવઘર હોય. તમે જાણો છો, સૌથી છેલ્લે મને સાઇન કરવામાં આવ્યો હતો. શૂજિત અને જુહીએ બધ્ધી તૈયારી પહેલેથી કરી રાખી હતી. ઇવન બનિતાને મારી પહેલાં સાઇન કરી લીધી હતી. મને સૌથી છેલ્લે બોલાવવામાં આવ્યો હતો.

Post Comments