Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાણી કપૂર રિતિક રોશન સાથે ચમકશે

-ફિલ્મ સર્જક સિદ્ધાર્થ આનંદે સમાચારને સમર્થન આપ્યું

-રિતિક ઉપરાંત ટાઇગર શ્રોફ ફિલમમાં ચમકે છે

મુંબઇ તા.૧૩

અભિનેત્રી વાણી કપૂરને એક મોટી તક મળી છે. ૨૦૧૭ના વર્ષનો ઉત્તરાર્ધ એને ફળી રહ્યો જણાય છે. ફિલ્મ સર્જક સિદ્ધાર્થ આનંદે એને રિતિક રોશનની હીરોઇન તરીકે પસંદ કરી હોવાની માહિતી મળી હતી.

અગાઉ જાહેર થયા મુજબ એક સોલિડ એક્શન ભરપુર ફિલ્મનું પ્લાનિંગ સિદ્ધાર્થ કરી રહ્યા હતા અને એ માટે રિતિક રોશનની સાથે ટાઇગર શ્રોફને સાઇન કર્યો હતો.

સિદ્ધાર્થે કહ્યું કે આ ફિલ્મ આમ તો રિતિક રોશન વર્સેસ ટાઇગરની છે. ભારોભાર એક્શન એમાં ઠાંસેલી છે. મને એક ફ્રેશ ચહેરાની જરૃર હતી અને અમે કેટલીક હીરોઇનોનો વિચાર કર્યા બાદ અમે વાણીને રિતિકની હીરોઇન તરીકે પસંદ કરી હતી.

વાણીએ પોતાની અભિનય પ્રતિભા ઉપરાંત ડાન્સીંગ સ્કીલથી બોલિવૂડમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સિદ્ધાર્થે કહ્યંુ કે મેં વાણીની અગાઉ રજૂ થયેલી બંને ફિલ્મો જોઇ હતી અને એને રૃબરૃ મળ્યા પછી મને ખાતરી થઇ હતી કે એ મારી ફિલ્મ માટે ફિટ છે.

આ ફિલ્મ ૨૦૧૯ના પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ ૨૫ જાન્યુઆરીએ રજૂ કરવાની તેમની યોજના છેે.

Post Comments