Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બીગેસ્ટ પ્રોડયુસર અને બીગેસ્ટ ડાયરેક્ટરે હાથ મિલાવ્યા

-જુનિયર એનટીઆરની સુપરહિટ ફિલ્મ ટેમ્પરના રાઇટ્સ ખરીદ્યા

-કરણ જોહર અને રોહિત શેટ્ટી સહિયારી ફિલ્મ બનાવશે

મુંબઇ તા.૭

 બોલિવૂડના બે ધુરંધરો હાથ મિલાવે ત્યારે આપણને એક બેસ્ટ કહેવાય એવી ફિલ્મ મળવાની અપેક્ષા જાગે. ટોચના નિર્માતા કરણ જોહર અને ટોચના નિર્દેશક રોહિત શેટ્ટીએ હાથ મિલાવ્યા હોવાનું જાણવા મળ્યુ ંહતું.

૨૦૧૪માં રજૂ થયેલી જુનિયર એનટીઆરની સુપરહિટ ફિલ્મ ટેમ્પરની હિન્દી રિમેકના રાઇટ્સ કરણ જોહરે ખરીદી લીધા હતા અને આ હિન્દી ફિલ્મના નિર્દેશનની જવાબદારી રોહિત શેટ્ટીને સોંપવામાં આવી હતી. રોહિત આ ફિલ્મનો સહનિર્માતા પણ હશે. આ ફિલ્મમંા ટોચનો અભિનેતા રણવીર સિંઘ એક પોલીસ અધિકારીનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મના ફર્સ્ટ લૂકને ગુરુવારે સવારે રિલિઝ કરવામાં આવ્યો હતો.

ટ્વીટર પર મૂકાયેલા આ ફિલ્મના પોસ્ટરમાં એની રિલિઝ ડેટ પણ સાથોસાથ જાહેર કરી દેવામાં આવી હતી. તદનુસાર આ ફિલ્મ ૨૦૧૮ના ડિસેંબરની ૨૮મીએ રજૂ કરવાની ફિલ્મ સર્જકોની યોજના છે. આ ફિલ્મને હાલ સિમ્બા નામ આપવામાં આવ્યું છે. આ ફિલ્મમાં રણવીર સિંઘ બેફામ બોલીને છટકી જવામાં કુશળ પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ કરી રહ્યો છે.

સૌથી રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મ શાહરુખ ખાનની આનંદ એલ રાયવાળી આગામી ફિલ્મ તથા સુશાંત સિંઘ રાજપૂત અને સારા અલી ખાનની કેદારનાથ સાથે બોક્સ ઑફિસ પર ટકરાવાની હતી પરંતુ કેદારનાથના સર્જકોએ ચબરાકીથી ટક્કર ટાળી હતી. તેમણે કેદારનાથની રિલિઝ ડેટ ૨૮ ડિસેંબરથી એક સપ્તાહ વહેલી કરીને ૨૧ ડિસેંબરે રિલિઝ કરવાની જાહેરાત કરી હતી.

Post Comments