Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમારી વચ્ચે કોઇ અણબનાવ નથી

-રણવીર સિંઘ અંગે શાહિદ કપૂર કહે છે

-આ બધી મિડિયા ગોસિપની કમાલ છે

મુંબઇ તા.૭

 ટોચના અભિનેતા શાહિદ કપૂરે કહ્યું હતું કે  મારી અને રણવીર સિંઘની વચ્ચે કોઇ ગેરસમજ કે અણબનાવ નથી. આ બધી તો મિડિયાની ગોસિપ કૉલમોની કમાલ છે.

આ બંને કલાકારોએ ટોચના ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની મેગાબજેટ ફિલ્મ પદ્માવતી સાથે કરી હતી. શાહિદે પદ્માવતીના પતિ અને રજપૂત રાજા રાવત રતનસિંહનો રોલ કર્યો છે જ્યારે રણવીરે પદ્માવતીની સૌંદર્ય પાછળ ઘેલા બનેલા મુસ્લિમ શાસક અલ્લાઉદ્દીન ખીલજીનો રોલ કર્યો છે. આ બંનેની પસંદગી જાહેર થઇ ત્યારથી મિડિયામાં જાતજાતના અહેવાલો પ્રગટ થવાની શરૃઆત થઇ ગઇ હતી. એક અહેવાલ એવો હતો કે રણવીરે શાહિદના ફૂટેજ કાપી નાખવાની માગણી કરી હતી. બીજા અહેવાલ મુજબ રણવીરે શાહિદ કરતાં વધુ મહેનતાણું માગ્યું હતું.

ત્રીજા અહેવાલ મુજબ આ બંને વચ્ચે સેટ પર અણબનાવ રહેતો હતો અને બંને એકબીજા સામે ફૂંગરાયેલી નજરે જોતા હતા. જો કે હવે શાહિદ કપૂરે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે અમારી વચ્ચે કોઇ અણબનાવ કે ઝઘડો નથી. અમે બંને વ્યવસાયી અભિનેતા છીએ અને અમારી વચ્ચે વ્યાવસાયિક સંબંધો છે. અમે બંને પ્રોફેશનલ છીએ એટલે પોતપોતાનું કામ વ્યવસ્થિત રીતે કરીએ છીએ. અમારા વિશે પ્રગટ થતા તમામ અહેવાલો મિડિયાના ગોસિપ રાઇટરોની કમાલ છે. બાકી અમારી વચ્ચે કોઇ ગેરસમજ કે અણબનાવ નથી. અમે બંને સતત કહેતાં રહ્યા છીએ કે એક વાર ફિલ્મ જુઓ. પછી નક્કી કરો કે એમાં વિરોધ કરવા જેવું કશું છે કે ?

Post Comments