Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કમલ હાસનની મુશ્કેલીઓનેા અંત દેખાતો નથી

-ગયા વરસે પહેલાં મલ્ટિપલ ફ્રેક્ચર થયું

આ વર્ષના આરંભે મોટા ભાભીનું અવસાન થયું

ચેન્નાઇ / મુંબઇ તા.૧૨

સાઉથના સુપર સ્ટાર કમલ હાસનની મુશ્કેલીઓનો અંત નજીકમાં હોય એવું લાગતું નથી. ગયા વર્ષના આરંભથી શરૃ થયેલી મુશ્કેલીઓ હજુય ચાલુ છે.

ગયા વરસે પહેલાં એની પોતાની ઑફિસમાં નડેલા અકસ્માતમાં એને મલ્ટિપલ ફ્રેક્ચર (એક કરતાં વધુ હાડકાં ભાંગ્યાં ) થયાં એટલે મહિનાઓ સુધી આરામ કરવાની ફરજ પડી. પછી એની હાલની પત્ની ગૌતમી એને છોડી ગઇ. અમારા મતભેદો ઉકેલી ન શકાય એવા છે એવું નિવેદન ગૌતમીએે કર્યુ ંહતું.

૨૦૧૭નો આરંભ પણ બહુ સારો થયો નથી. તાજેતરમાં કમલના મોટાભાઇ ચારુ હસનનાં પત્ની અને કમલનાં ભાભી ચંદ્રાનું અવસાન થયું હતું. કમલની નિકટનાં સૂત્રોએ કહ્યું કે કમલ પોતાના ભાઇ-ભાભી સાથે ખૂબ આત્મીય સંબંધો ધરાવતો હતો એટલે એ માતા સમાન ભાભીના અવસાનથી માનસિક રીતે ખૂબ ડિસ્ટર્બ થઇ ચૂક્યો છે. આ મહિને તો કમલ સેટ પર પાછો નહીં ફરે એ અફર છે. કમલની નિકટનાં સૂત્રોએ જણાવ્યા મુજબ કમલ અને ચારુ હસન બંને ભાઇઓ ખૂબ અપસેટ છે. અત્યારે એકમેકને એકમેકના ઇમોશનલ સહારાની ખૂબ જરૃર છે એટલે આખોય પરિવાર સંગઠિત થઇને આઘાતનો સામનેા કરી રહ્યો છે. આ માસની આખર સુધી કમલ શૂટિંગ ફરી શરૃ કરે એવી કોઇ શક્યતા દેખાતી નથી.

સાથોસાથ કમલનો ખાસ દોસ્ત મનાતો સિનિયર અભિનેતા ઓમ પુરી પણ ગયા સપ્તાહે અવસાન પામ્યો હતો. એટલે કમલ વધુ અપસેટ થઇ ગયો હતો. એને એમ લાગ્યું હતું કે એના પર મુશ્કેલીઓ સતત વરસી રહી છે એમ આ સૂત્રોએ કહ્યું હતું.

Keywords There,is,no,The,End,to,his,problems,

Post Comments