Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સલમાન લુલિયા સાથે નજીકકના ભવિષ્યમાં પરણવાનો નથી

-ટયુબલાઇટના પગલે હાલ કારકિર્દીની ચિંતામાં છે

-ઉંમર ભલે વધતી, કારિકિર્દીને અગ્રતાક્રમ આપે છે

મુંબઇ તા.૧૫

 સુપર સ્ટાર સલમાન ખાન નજીકના ભવિષ્યમાં પોતાની ગર્લફ્રેન્ડ રોમાનિયન લુલિયા વન્તુર સાથે લગ્ન કરવાનો ઇરાદો રાખતો નથી એવી જાણકારી મળી હતી.

આવરદાના છઠ્ઠા દાયકામાં પ્રવેશેલો સલમાન ખાન હાલ તો પોતાની અભિનય કારકિર્દી અંગે ચિંતામાં છે. તેની છેલ્લી ફિલ્મ કબીર ખાન નિર્દેશિત ટયુબલાઇટ બોક્સ ઑફિસ પર ધાર્યો બિઝનેસ ન મેળવી શકતાં સલમાનને ભારે નુકસાન થયું હતું. એના નામ પર ફિલ્મનંુ વિતરણ કરનારા લોકોએ પોતાને થયેલા નુકસાનનો કેટલોક હિસ્સો સલમાન પાસે વળતર રૃપે આપ્યો હતો અને સલમાને પણ પંચાવન કરોડ જેટલી રકમ પાછી ચૂકવી દીધી હતી.

હાલ એનો મદાર પોતાની આગામી ફિલ્મ ટાઇગર જિંદા હેૈ પર છે એટલે એનું સંપૂર્ણ ધ્યાન એની કારકિર્દી પર છે. આમ તો એ પચાસની વય ક્યારનો વટાવી ગયો છે પરંતુ હાલ લગ્નનો એનો કોઇ ઇરાદો નથી એવી માહિતી એની નિકટનાં સાધનોએ આપી હતી. એક અહેવાલ મુજબ એનાં માતાપિતાને પણ લુલિયા બહુ પસંદ નથી. જો કે આ મુદ્દો બહુ મહત્ત્વનો નથી પરંતુ અત્યારે તો એવા સ્પષ્ટ ચિહ્નો મળે છે કે સલમાન ખાન લુલિા સાથે નજીકના ભવિષ્યમાં લગ્ન કરવાનો નથી.

Post Comments