Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રિયંકા અને દીપિકાનો દ્વેષભાવ હવે જાહેરમાં આવી રહ્યો છે

-અત્યાર સુધી કોલ્ડ વૉર જેવી સ્થિતિ હતી

-હવે પ્રગટપણે બંનેની આંખો વઢે છે

મુંબઇ તા.૧૨

આમ તો બંને સેંકડો વખત કહી ચૂકી છે કે અમારી વચ્ચે કોઇ મતભેદ કે વૈમનસ્ય નથી પરંતુ એમ લાગે છે કે બે ટોચની અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને દીપિકા એકમેકને પરાસ્ત કરવા તત્પર બની રહી જણાય છે.

છેલ્લે બંને સંજય લીલા ભણસાલીની સુપરહિટ ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં સાથે દેખાઇ હતી. પ્રિયંકાએ બાજીરાવની પત્ની કાશીબાઇનો અને દીપિકાએે મસ્તાનીનો રોલ કર્યો હતો. પરંતુ ત્યારબાદ દીપિકાએ સતત પ્રિયંકાનું પગેરું દબાવ્યું હતું અને પ્રિયંકા હોલિવૂડમાં જે કંઇ કરે એ કરી બતાવવા દીપિકા પણ સભાનતાપૂર્વક પ્રયાસો કરતી રહી.

તાજેતરમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારોહમાં પ્રિયંકા ટોચના ડિઝાઇનર રાલ્ફ લોરેને ડિઝાઇન કરેલો ગાઉન પહેરીને આવી તો એની પાછળ દીપિકા બીજા ટોચના ડિઝાઇનર એલિઝાબેથ સોલ્ત્ઝમેને ડિઝાઇન કરેલો ડ્રેસ પહેરીને ત્યાં પહોંચી ગઇ. પ્રિયંકાને એના સહકલાકાર ઝેક એફ્રેાન અને ડ્વેઇન જ્હૉન્સને અતિ સુંદર વર્ણવી તો દીપિકાને એના ટ્રિપલ એક્સ ફિલ્મના સહકલાકાર વીન ડિઝલે અત્યંત આકર્ષક હોવાનું જણાવ્યું. આમ બંને એકમેકને હંફાવવા સતત પ્રયત્નશીલ હોય એવું લાગ્યા વિના રહેતું નથી.

તરત પ્રિયંકાએ રણવીર સિંઘ સાથેની દીપિકાની કેમિસ્ટ્રીને વખાણી. આમ એક પ્રકારની ગળાકાપ સ્પર્ધા બંને વચ્ચે ચાલી રહી છે. કોણ કોને ચીત્ કરે છે એ જોવાનંુ છે. બંને હોલિવૂડની એક એક ફિલ્મ કરી ચૂકી છે. જો કે પ્રિયંકા એક ડગલું આગળ છે કે એની સુપરહિટ ટીવી સિરિયલ ક્વોન્ટિકોની હાલ બીજી સીઝન ચાલુ છે અને ત્રીજીની ઑફર એને મળી ચૂકી છે.

Post Comments