Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઓક્ટોબર ફિલ્મે મારું જીવન પલટી નાખ્યું છે

-ટોચનો અભિનેતા વરુણ ધવન કહે છે

-આવો જ અનુભવ રણબીર કપૂરને પણ થયો છે

મંુબઇ તા.૧૭

 ટોચના અભિનેતા વરુણ ધવને કહ્યું હતંુ કે શૂજિત સરકારની ઓક્ટોબર ફિલ્મ કરતાં કરતાં મારા જીવનમાં અણધાર્યો પલટો આવી ગયો છે, હું બદલાઇ ગયો છું.

'ક્યારેક આવું બની જાય છે કે કોઇ પાત્ર ભજવતાં ભજવતાં તમે ભૂલી જાઓ કે તમે અભિનેતા છો. તમારું સમૂળું વ્યક્તિત્વ બદલાઇ જાય. ઓક્ટોબર ફિલ્મે મારી સાથે એવું જ કર્યું છે' એમ વરુણે કહ્યું હતું. 

સહેલાઇથી માની ન શકાય એવી ઘટના છે આ. રાજકુમાર હીરાણી સાથે સંજય દત્તની બાયો-ફિલ્મ કર્યા બાદ રણબીર કપૂર પણ એવું માને છે કે એ બદલાઇ ગયો છે. અગાઉ હીરાણી સાથે મુન્નાભાઇ સિરિઝ કર્યા પછી સંજય દત્તને પણ આવું લાગ્યું હતું.

સંજય દત્તની ચડતી પડતીની સ્ક્રીપ્ટ જોઇને રણબીર કપૂર પહેલાં તો સ્તબ્ધ થઇ ગયો હતો. ફિલ્મ કર્યા બાદ એના સ્વભાવમાં અને વ્યક્તિત્વમાં પણ ફરક આવી ગયો હોવાનંુ એની નિકટના લોકો કહે છે.

હાલ રણબી કપૂર કરણ જોહરની બ્રહ્માસ્ત્ર અને લવ રંજનની આગામી ફિલ્મ કરી રહ્યો છે. લવ રંજનની ફિલ્મમાં એ પ્રકાશ ઝાની રાજનીતિ (૨૦૧૦) પછી ફરી એક વાર અજય દેવગણ સાથે ચમકવાનો છે. એની નિકટનાં સૂત્રો ઇચ્છે છે કે ટિકિટબારી પર પણ સંજુ ફિલ્મ ઉત્તમ દેખાવ કરે જેથી રણબીરની કારકિર્દીને વેગ મળે. એની છેલ્લી કેટલીક ફિલ્મો ધાર્યો બિઝનેસ કરી શકી નહોતી.

Post Comments