Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અક્ષય કુમારનું દિગ્દર્શક સાથે મનદુઃખ થતાં સફળ ફિલ્મની સિકવલમાં ન હોવાની શક્યતા

- તો બીજી બાજુ અભિનેતાએ એકતા કપૂરના નિર્માણ હેઠળ બનનારી બાયોપિકમાં કામ કરવાનો નનૈૈયો ભણ્યો

મુંબઇ,તા.૧૪ ફેબ્રુઆરી 2018, બુધવાર

 અક્ષય  કુમાર અને દિગ્દર્શક  નીરજ પાંડેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને બન્ને સારા મિત્રો પણ છે. પરંતુ હાલ અક્ષયની પેડમેન અને ઐય્યારી ફિલ્મની રિલીઝ તારીખ માટે બન્ને વચ્ચે મનદુઃખ થયું હોવાની ચર્ચા છે.

સૂત્રની વાત સાચી માનીએ તો નીરજ પાંડે પોતાની સફળ ફિલ્મ સ્પેશિયલ ૨૬ની સિકવલ બનાવાની યોજના કરી રહ્યો છે. પરંતુ આ વખતે આ ફિલ્મમાં અક્ષય નહીં હોય એવી ચર્ચા થઇ રહી છે.

નીરજે આ ફિલ્મના ચાર ટાઇટલ પર પણ લોક કરી રાખ્યા છે. ફિલ્મમાં અક્ષયને લેવાની વાત પર નીરજે કહ્યું હતું કે આ મુદ્દે મારે હાલ કોઇ ટીપ્પણી કરવી નથી. મારી આ સિકવલમાં ક્યા કલાકાર હશે તેનો હજી નિર્ણય લેવાયો નતી. મારી અને અક્ષય વચ્ચે કોઇ બોલાચાલી થઇ નથી. ફિલ્મો તો આવતી-જતી રહે છે અમારી વચ્ચે બધું સામાન્ય છે.

જ્યારે બીજી બાજુ અક્ષયે એકતા કપૂરનાનિર્માણ હેઠળ બનનારી બાયોપિકમાં કામ કરવાનો નનૈયો ભણી દીધો છે. તેને આ ફિલ્મ ઓફર કરવામાં આવી હતી.પરંતુ અભિનેતાએ કહ્યું કે વાસ્તવમાં ૧૯૭૬માં શ્યામ બેનેગલ દુધ ક્રાંતિ પર મંથન નામની ફિલ્મ બનાવી ચુક્યા છે. હવે આ બાયોપિકમાં આ ફિલ્મથી વધુ કાંઇ દેખાડી શકાય તેવી શક્યતા નથી.

Post Comments