Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એ ફિલ્મનું નામ બ્રહ્માસ્ત્ર છે, ડ્રેગન નહીં

ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરે કરેલી સ્પષ્ટતા

-અમિતાભ બચ્ચનના જન્મદિને કરેલી જાહેરાત

મુંબઇ તા.૧૨

ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરે એવી સ્પષ્ટતા કરી હતી કે અમારી અને સમગ્ર બોલિવૂડની પહેલી સુપરહીરો ફિલ્મનું ટાઇટલ અમે બ્રહ્માસ્ત્ર નક્કી કર્યું છે જે અગાઉ ડ્રેગન તરીકે જાહેર થઇ હતી.

ખરેખર તો કરણ જે ટ્રિલોજી બનાવવા માગે છે એનો આ પ્રથમ મણકો છે. બુધવારે ૧૧મી ઓક્ટોબરે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના ૭૫ મા જન્મદિવસે કરણે મેગાસ્ટારને શુભેચ્છા મોકલતાં આ જાહેરાત કરી હતી. ટ્રિલોજીના પહેલા મણકાની મુખ્ય ભૂમિકા ટોચની કલાકાર જોડી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ કરી રહ્યાં છે. આ ફિલ્મ ૨૦૧૯માં રજૂ કરવાની કરણની યોજના છે. ગયા સપ્તાહે મુંબઇમાં ચાલી રહેલા મામી ફિલ્મ્સ ફેસ્ટિવલમાં મિડિયા સાથે વાત કરતાં કરણે કહ્યંુ હતું કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ઉપરાંત એક મહત્ત્વના રોલ માટે મેં અમિતાભ બચ્ચનને પણ સાઇન કર્યા છે. એણે બંને મુખ્ય કલાકારો અને અમિતાભ બચ્ચનનો ફોટોગ્રાફ સોશ્યલ મિડિયા પર શૅર કર્યો હતો.

અગાઉ અમિતાભ બચ્ચને કરણની એક મલ્ટિસ્ટાર ફિલ્મ કભી ખુશી કભી ગમ કરી હતી જેમાં અમિતાભ ઉપરાંત જયા બચ્ચન, કાજોલ, કરીના કપૂર (હવે ખાન), શાહરુખ ખાન, રિતિક રોશન, ફરીદા જલાલ વગેરે પણ ચમક્યાં હતાં. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી.

Post Comments