Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સૈફ અલી ખાનનો પુત્ર તૈમુરને બોર્ડિંગ સ્કૂલમાં મૂકવા નિર્ણય

- અભિનેતાના કહેવા પ્રમાણે ઘરમાં ઇનડોર તેમજ આઉટડોર રમતો શીખવી નથી શકતા

મુંબઇ,તા. ૧૩
સૈફ અલી ખાન હાલ પોતાની આવનારી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. મીડિયા સાથેના એક ઇન્ટરવ્યુ દરમિયાન તેના પુત્ર તૈમુર વિશે પુછતાં અભિનેતાએ કહ્યું હતું કે, હું તેને બોર્ડીંગ સ્કુુલમાં મુકવાનો છું. જોકે તે ૧૩ વરસનો થાય પછી જ તે ત્યાં ભણવા જશે. ચોક્કસ વયના બાળકો માટે તેની આસપાસનું વાતાવરણ, સમવય મિત્રો, શાંતિ જરૃરી છે. ઉપરાંત આપણે ઘરમાં દરેક તાલીમ તેમને આપી શકતા નથી.

'' રાઇડિંગ ઉપરાંતની અન્ય આઉટડોર રમતો આપણે ઘરમાં શીખવી શકતા નથી. આ બધી જ રમતો બાળકને સ્માર્ટ અને આત્મવિશ્વાસુ બનાવે છે. મારા મતે ઘરમાં માતા-પિતાના સાથ કરતાં બોર્ડીંગનું વાતાવરણ બાળકની તાલીમ માટે વધુ સારું છે, તેમ સૈફ અલી ખાને જણાવ્યું હતું. સૈફ-કરીનાનો પુત્ર તૈમુર પટૌડી તેમજ કપૂર પરિવારનો લાડલો છે. તેનો ઉછેર પણ નવાબ પરિવારની માફક જ થાય તેવું સૈફ ઇચ્છે છે.

Post Comments