Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુશાંત સિંહ રાજપુત અને કિર્તી સેનોન ડાન્સ પર આધારિત ફિલ્મમાં કામ કરશે

- પહેલા આ ફિલ્મ ટાઇગર શ્રોફ અને દિશા પટાણીને ઓફર થઇ હતી

મુંબઇ,તા.16 એપ્રિલ 2018, સોમવાર

ટાઇગર શ્રોફ અને દીશા પટાણીની જોડીને લોકો પસંદ કરી રહ્યા છે. તેમની બાગી ૨ ફિલ્મ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહી છે. તેથી હવે આ જોડી બોલીવૂડના માંધાતાઓની પ્રિય બની રહી છે અને તેમને ફિલ્મોની ઓફર આપવામાં આવી ેરહી છે.

કહેવાય ે કે ૧૯૮૭માં રિલીઝ થયેલી હોલીવૂડ કલ્ટ ફિલ્મ ડર્ટી ડાન્સિંગની રિમેક બનાવાના પ્રયાસ થઇ રહ્યા છે. આ ફિલ્મમાં કામ કરવા માટે પહેલા ટાઇગર અને દિશા પટાણીને ઓફર ાપવામાં આવી હતી. પરંતુ બન્ને પોતપોતાના પ્રોજેક્ટમાં વ્યસ્ત હોવાથી તેમણે આ ફિલ્માં કામ કરવાનો ઇનકાર કરી દીધો. હવે નિર્માતા સુશાંત સિંહ રાજપૂત અને કિત્તી સેનોનનો સંપર્ક સાધ્યો છે.

જોકે હાલ ડર્ટી ડાન્સિંગની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. મૂળ ફિલ્મના પ્લોટમાં કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં તેમ પણ સૂત્રે જણાવ્યું હતું. સુશાંત અને કિર્તી બન્ને સારા ડાન્સર હોવાથી આ જોડી ફિલ્મ માટે  ઉત્તમ ગણાઇ રહી છે. જોકે હજી સુધી કોઇ અંતિમ નિર્ણય લેવાયો નથી. જો બધુ સમુસૂથરું પાર પડશે તો આવતા વરસે આ ફિલ્મનું શૂટિંગ શરૃ થાય તેવી શક્યતા છે.

Post Comments