Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્પોર્ટસ્ સ્ટાર જ સાચા સ્ટાર છે, અમે નહીં

-અભિનેત્રી તાપસી પન્નુ કહે છે

-સૂરમા ફિલ્મમાં હૉકી પ્લેયરનો રોલ કર્યો છે

મુંબઇ તા.૧૩

 ટોચની અભિનેત્રી તાપસી પન્નુએ કહ્યું હતું કે સ્પોર્ટસ્ સ્ટારજ સાચા સ્ટાર છે, અમે ફિલ્મ સ્ટાર તો માત્ર કહેવાના સ્ટાર છીએ.

દેશના લેજંડરી હૉકી પ્લેયર સંદીપ સિંઘની બાયો-ફિલ્મ સૂરમામાં હૉકી પ્લેયર હરપ્રીત કૌરનો રોલ કરનારી તાપસીન પૂછવામાં આવ્યું હતું કે તમને સ્પોર્ટગર્લ બનવામાં રસ ખરો કે ?ત્યારે જવાબમાં એણે કહ્યું  કે સ્પોર્ટ પર્સન્સ જ સાચ્ચા સ્ટાર્સ છે. અમે તો કહેવા પૂરતા સ્ટાર્સ  છીએ. આપણા ખેલાડીઓ આપણા દેશનું પ્રતિનિધિત્વ કરે છે એટલે સાચ્ચા સ્ટાર તો ખેલાડીઓ ગણાય. આપણા મોટા ભાગના ખેલાડીઓ આપબળે ઉપર આવેલા છે અને એમનો આત્મવિશ્વાસ જબ્બર છે. હું સ્પોર્ટ પર્સન ન બની શકું. મારામાં એટલો વિશ્વાસ કે પુરુષાર્થ કરવાની ક્ષમતા નથી.  

તમે તાજેતરમાં મનમર્ઝિયાં, નીતિશાસ્ત્ર, મુલ્ક, સૂરમા અને સાઉથની એક ફિલ્મ પૂરી કરી. ધડાધડ આટલી બધી ફિલ્મો એક સાથે કેવી રીતે કરી શક્યાં ? એના જવાબમાં એણે કહ્યું કે હું તો પાગલની જેમ કામની પાછળ લાગી ગઇ હતી. જુડવા ટુ રજૂ થયા બાદ હું મારા પોતાના ઘેર મહિનામાં માંડ દસ પંદર દિવસ રહી શકતી હતી. મારે આ બધી ફિલ્મો સમયસર પૂરી કરવાની હતી. એકવાર જવાબદારી સ્વીકારી તો પછી સમયસર પૂરી કરી દેવી જોઇએ એમ હું દ્રઢપણે માનતી આવી છું.

Post Comments