Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એવેન્જર્સ ફોર ફ્લોર પર ગઇ

-૨૦૧૯ની આસપાસ રજૂ કરવાની ધારણા છે

-રુસો બ્રધર્સે ટીઝર સોશ્યલ મિડિયા પર રજૂ કર્યું

લોસ એંજલ્સ તા.૧૨

 સુપરહીરોઝની ફિલ્મો હવે હોલિવૂડમાં અનિવાર્ય બની ગઇ હોય એવું લાગે છે. સુપરહિટ સિરિઝ એવેન્જર્સની ચોથી કડી ફ્લોર પર ગઇ હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

આ ફિલ્મનંુ ફિલ્મીંગ શરૃ થઇ ચૂક્યું છે એવું જણાવતાં રુસો બ્રધર્સે ગુરુવારે સાંજે સોશ્યલ મિડિયા પર એનું ટીઝર રજૂ કર્યું હતું જેને કલાકોની ગણતરીમાં લાખ્ખો હિટ્સ મળી હતી એમ હોલિવૂડ રિપોર્ટરે જણાવ્યું હતું.

જો કે માર્વેલ સિમેનેટિક યુનિવર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હજુ આ ફિલ્મનું ટાઇટલ અમે વિચાર્યું કે જાહેર કર્યું નથી. કેટલીકવાર ટાઇટલ રજૂ કરીએ ત્યારે જાણકારોને સ્ટોરીલાઇનનો અણસાર આવી જતો હોય છે.

ફર્સ્ટ લૂકમાં માત્ર એક પોલાદી હાથમોજું (ગ્લવ) રજૂ કરાયું હતું. આ ગ્લવ કોનંુ છે અને કથાનો સંકેત કોની તરફ છે એની કશી જાણકારી આપવામાં આવી નહોતી.

માર્વેલ સિનેમેટિક યુનિવર્સના પ્રવક્તાએ મોઘમ જાહેરાત કરતાં કહ્યું હતું કે એવેન્જર્સ ફોર ૨૦૧૯માં રજૂ થઇ જાય એના બે મહિના બાદ સ્પાઇડરમેનઃ હોમકમિંગની સિક્વલ રજૂ કરવાની અમારી યોજના છે.

Post Comments