Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શાહરૃખને વિશ્વ આર્થિક મંચ પર સન્માનિત કરાશે

મુંબઇ,તા.૧૩

શાહરૃખ ખાનને દાવોસમાં વિશ્વ આર્ર્થિક મંચ (ડબલ્યુઇએફ)ની ૪૮મી વાર્ષિક બેઠકમાં ૨૪મા વાર્ષિક ક્રિસ્ટલ પુરસ્કારથી નવાજવામાં આવશે. આ સમ્માન તેને ભારતમાં બાળકો અને મહિલાઓના અધિકારના સમર્થન માટે આપવામાં આવશે. વિશ્વ આર્થિક મંચની વેબસાઇટના અનુસાર અભિનેત્રી-દિગ્દર્શિકા કેટ બ્લેચેંટ અને ગાયિકા એલ્ટન જોનને પણ આ પુરસ્કારથી નવાજવામાં આવશે.

'' સમાજમાં માનવતાના કાર્ય બદલ આ માન આપવામાં આવ્યું છે. શાહરૃખ ખાન એક બિન પ્રોફિટ ફાઉન્ડેશનનો સંસ્થાપક છે. આ સંસ્થા એસિડ હુમલાથી પીડીત મહિલાને ચિકિત્સીય તેમજ કાનૂની સહાયતા, વ્યવસાયિક, શિક્ષણ, પુનર્વાસ અને આજીવિકા પૂરું પાડે છે. શાહરૃખ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં તેમજ કેન્સરની ચિકિત્સા લઇ રહેલ બાળકોને રહેવા તથા નિઃશુલ્કવ્યવસ્થા માટે સહાય કરે છે.

અભિનેતાએ પોતાના મળનારા આ સમ્માન બદલ આભાર માનતા કહ્યું હતું કે, '' મને આ માન આપવા બદલ હું તમારો આભારી છું. મને સુંદર અને બહાદુર મહિલાઓ સાથે કામ કરવાની તક મળે છે એ જ મારા માટે મહાન સમ્માન સમાન છે.

આ કાર્ય મારા જીવનનો ઉદેશ્ય પ્રદાન કરે છે હું આ મહિલાઓની અદ્ધુત બહાદુરી માટે જાગરૃકતા ફેલાવવા અને આ કામ સાથે અન્ય લોકો પણ જોડાય તેવી આશા રાખું છું. ૨૪મો ક્રિસ્ટલ પુરસ્કારથી એ ઉત્કૃષ્ટ કલાકારોને નવાજવામાં આવશે જેમણે વિશ્વની સ્થિતિમાં સુધાર આપવા માટે પોતાનું યોગદાન આપ્યું છે.

Post Comments