Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શાહરુખે મને ત્રણ ત્રણ વર્ષ વાટ જોવડાવી હતી

-મૈં હું ના અને ઓમ શાંતિએામની સર્જક ફારાહ ખાન કહે છે

-જો કે આજે બંને વચ્ચે ગાઢ દોસ્તી છે

મુંબઇ તા.૧૪

 ટોચની કોરિયોગ્રાફર કમ ફિલ્મ સર્જક ફારાહ ખાને કહ્યું હતું કે મેં ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે શાહરુખ ખાને મને ત્રણ વર્ષ વાટ જોવડાવી હતી. 

સફળતા તમને સહેલાઇથી મળી ગઇ છે એવા એક વિષય પર બોલતાં એણે કહ્યું કે મને સફળતા સહેલાઇથી મળી નથી. મારી પહેલી ફિલ્મ બનાવતી વખતે હા પાડવા અગાઉ શાહરુખ ખાને મને ત્રણ વર્ષ વાટ જોવડાવી હતી. એ પછી અમે મૈં હું ના ફિલ્મ બનાવી હતી. એ મારો સંઘર્ષકાળ હતો કારણ કે મહિલા ડાયરેક્ટર અમુક પ્રકારની જ ફિલ્મ બનાવે એવી પરંપરા હું તોડી રહી હતી. મારી મહત્ત્વાકાંક્ષા તો બીગ બજેટ એક્શન ડ્રામા બનાવવાની હતી. જો કે મૈં હું ના અલગ પ્રકારની સ્ટોરીલાઇન ધરાવતી ફિલ્મ હતી અને એ હિટ નીવડી હતી.

ત્યારબાદ એણે ઁ શાંતિ ઁ ફિલ્મ બનાવી હતી. એ દરમિયાન એની અને શાહરુખની વચ્ચે એવો સરસ મનમેળ સ્થપાઇ ગયો હતો કે આજે બંને જિગરી દોસ્તો ગણાય છે. નહીંતર શાહરુખ ખાન બોલિવૂડના બેતાજ બાદશાહ તરીકે ઓળખાવા ઉપરાંત ફારાહ ખાન કરતાં ઉંમરમાં પણ દસ બાર વર્ષ મોટો છે.

ફારાહે એ પછી તો શાહરુખની હેપ્પી ન્યૂ યર ફિલ્મ લખી અને ડાયરેક્ટ કરી હતી. જો કે પહેલી બે ફિલ્મ જેવી ધારી સફળતા આ ફિલ્મને બોક્સ ઑફિસ પર મળી નહોતી. પરંતુ એકવાર પ્રતિષ્ઠા મેળવી લીધી એટલે ફારાહ ટોચની ફિલ્મ સર્જકોમાં ગણાતી થઇ ગઇ હતી.

ફારાહે કહ્યું કે સમય બદલાઇ રહ્યો છે અને આજે તો એવોર્ડ સમારોહો પણ હવે માત્ર નાચ-ગાના જેવા રહ્યા નથી.

Post Comments