Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સિનિયર કલાકારો હવે ચિંતિત છે

-ઉંમરને ધ્યાનમાં રાખીને રોલ કરવા કે ન કરવા ?

-વયસ્ક રોલ કરવા અંગે દ્વિધામાં છે

મુંબઇ તા.૧૨

સુપર સ્ટાર સલમાન ખાને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે હવે હું વૃક્ષની ફરતે ડાન્સ કરવામાં કે કૉલેજના સ્ટુડન્ટના રોલ કરવામાં માનતો નથી. મારે હવે રોલની પસંદગી જુદી રીતે કરવી પડશે.

વાસ્તવિકતા એ છે કે આમિર ખાન, સલમાન ખાન, શાહરુખ ખાન વગેરે કલાકારો હવે પચાસ વર્ષની વય વટાવી રહ્યા છે અથવા વટાવી ચૂક્યા છે. તેમની સમક્ષ એક અલગ પ્રકારની દ્વિધા છે- પિતાનો રોલ કરવો કે હજુ પણ હીરો બનીને ફ્લોપ થતાં રહેવું ? તાજેતરમાં શેફ ફિલ્મ પીટાઇ ગઇ. આ ફિલ્મમાં સૈફ અલી ખાને પોતાની ઉંમરને અનુરૃપ પિતાનો રોલ કર્યો હતો છતાં ફિલ્મ ચાલી નહીં. એ જ રીતે સંજય દત્તે કરેલા પિતાના રોલવાળી ફિલ્મ ભૂમિને બોક્સ ઑફિસ પર ધાર્યો પ્રતિસાદ મળ્યો નહીં. એક સમય હતો જ્યારે દેવ આનંદ, દિલીપ કુમાર અને રાજ કપૂર જેવા અભિનેતાઓ પોતાની પુત્રી જેવડી હીરોઇનો સાથે મુખ્ય રોલ કરતા હતા. આજે એવી પરિસ્થિતિ રહી નથી. તાજેતરમાં રજૂ થયેલી સલમાન ખાન, શાહરુખ ખાન, સૈફ અલી ખાન અને સંજય દત્તની ફિલ્મો બોક્સ ઑફિસ પર પીટાઇ ગઇ હતી. એકમાત્ર સલમાન ખાને કહ્યું હતું કે હવે મારે રોલની પસંદગીમાં વધુ ધ્યાન આપવું પડશે.

આવી દ્વિધા અભિનેત્રીઓને મોટે ભાગે નડતી નથી. એ બહુ સહજપણે માતાનો કે ભાભીનો રોલ સ્વીકારી લે છે. એટલે હવે ટોચના અભિનેતાઓ વિચિત્ર પ્રકારની દ્વિધાનો સામનો કરી રહ્યા હોવાની જાણકારી મળી હતી.

Post Comments