Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સારા અલી ખાનને ત્રીજી ફિલ્મ મળી

-પિતા સૈફ અલી ખાન સાતે ચમકશે

-અત્યારે બે ફિલ્મો ઓલરેડી કરી રહી છે

મુંબઇ તા.૧૨

 નવોદિત અભિનેત્રી સારા અલી ખાનની હજુ એક પણ ફિલ્મ રજૂ થઇ નથી ત્યાં એને ત્રીજી ફિલ્મ મળી હોવાનું જાણવા મલ્યું હતું.

અત્યાર અગાઉ સારા સુશાંત સિંઘ રાજપૂત સાથે અભિષેક કપૂરની કેદારનાથ ફિલ્મ કરી રહી હતી. આ ફિલ્મના નિર્માતા અને નિર્દેશક વચ્ચે અથડામણ થતાં ફિલ્મ વિલંબમાં પડી હતી એટલે સારાના અભિનેતા ફિલ્મ સર્જક પિતા સૈફ અલી ખાનને ચિંતા થતાં તેમણે કરણ જોહરને વાત કરી હતી. કરણે એને રણવીર સિંઘ સાથે બની રહેલી પોતાની સિમ્બા ફિલ્મ માટે સાઇન કરી હતી. આ બંનેમાંથી એક પણ ફિલ્મ હજુ પૂરી થઇ નથી કે રજૂ થઇ નથી પરંતુ સારાના નસીબ ફર્યાં હોય એવું લાગે છે. આ બે ઉપરાંત એને ત્રીજી ફિલ્મ મળી હતી.

ફિલ્મિસ્તાનના નીતિન કક્કડ પિતાપુત્રીના સંબંધો પર આધારિત એક કથા લઇને ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે અને તેમણે સૈફ અલી ખાન તથા સારા જોડે આ બાબતમાં વાતચીત કરી હતી. આ બંનેએ નીતિની ફિલ્મ કરવાની હા પાડી હોવાનું કહેવાય છે.

આમ એક પણ ફિલ્મ રજૂ થયા પહેલાં સારા અલી ખાનને ત્રણ ફિલ્મો મળી છે એમ કહી શકાય. એનો અર્થ એવો પણ કરવો પડે કે સારાની ગ્રહદશા બદલાઇ રહી છે.

Keywords Sara,may,do,a,film,with,his,father,

Post Comments