Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ત્રણ દાયકા પછી સંજય દત્ત આશુતોષ સાથે કામ કરશે

-અગાઉ બંનેએ ૧૯૮૬માં નામ ફિલ્મ કરી હતી

-આશુતોષ પાણીપતની તૈયારી કરી રહ્યા છે

મુંબઇ તા.૧૪

 ઐતિહાસિક ફિલ્મો બનાવવાનો શૉખ ધરાવતા ટોચના ફિલ્મ સર્જક આશુતોષ ગોવારીકર હાલ પાણીપતના યુદ્ધની કથા પર આધારિત ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યા છે અને એ માટે તેમણે સંજય દત્તને હીરો તરીકે સાઇન કર્યો હોવાની માહિતી મળી હતી.

અગાઉ આ બંનેએ ૧૯૮૬માં નામ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું એટલે બંને વચ્ચે સારો મનમેળ જળવાઇ રહ્યો છે. આ ફિલ્મમાં સંજય દત્તની સાથોસાથ આશુતોષે કૃતિ સનોનને અને અર્જુન કપૂરને પણ સાઇન કર્યાં હતાં. આ ફિલ્મ ચાલુ વર્ષની મધ્યમાં ફ્લોર પર જવાની ધારણા છે.

હાલ આશુતોષ અન્ય કલાકારોની પસંદગીમાં બીઝી છે. જો કે એમની છેલ્લી ફિલ્મ રિતિક રોશનને ચમકાવતી મોહેં જો દારોને બોક્સ ઑફિસ પર ધારી સફળતા મળી નહોતી. આમ છતાં ઐતિહાસિક કથાવસ્તુ પરથી ફિલ્મ બનાવવાનો એમનો ઉત્સાહ ઓસર્યો નથી.

આ ફિલ્મ આશુતોષની પત્ની સુનીતા અને રોહિત શેલતકરની કંપની વિઝન વર્લ્ડનું સહિયારું સર્જન હશે અને ફિલ્મ શરૃ થયા પહેલાંજ એની રિલિઝ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી હતી. શેલતકરે કહ્યંુ કે મને આશુતોષની સર્જનકલા પર ભરોસો છે એટલે એની આગલી ફિલ્મ મોહેં જો દારો નિષ્ફળ ગઇ હતી એ વાતને હું બહુ મહત્ત્વ આપતો નથી. એની લગાન, જોધા અકબર અને સ્વદેશ હિટ નીવડી હતી.

પાણીપતને ૨૦૧૯ના ડિસેંબરની છઠ્ઠીએ રજૂ કરવાની એના સર્જકોની યોજના છે. સંજય દત્તના પ્રવક્તાએ આ સમાચારને સમર્થન આપ્યું હતું.

Post Comments