Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સલમાન ખાનને ના પાડનારા પણ પડયા છે

-બે કરોડની ઑફર છતાં ઘોડો વેચવાની ના પાડી દીધી

-સકાબ નામના ઘોડાને ખરીદવા માલેતુજારોની લાઇન લાગી છે

અમૃતસર/ મુંબઇ તા.૧૩

સુપર સ્ટાર સલમાન ખાન એક અભિનેતા ફિલ્મ સર્જક ઉપરાંત એક વ્યક્તિ તરીકે પણ ખૂબ લોકપ્રિય છે અને એ કશું માગે તો ભાગ્યેજ કોઇ ના પાડે એવી માન્યતાને એક વેપારીએ ખોટી પાડી હતી.

પંજાબમાં આ વેપારી ઘોડાની લેવેચ કરે છે અને એની પાસે સકાબ નામે લાખોમાં એક એવો ઘોડો છે. આ ઘોડો ખરીદવા માટે ભલભલા માલેતુજારો આ વેપારી સાથે વાતચીત કરતી રહ્યા છે. છેલ્લે છેલ્લે પંજાબના બાદલ પરિવારે આ ઘોડા માટે એક કરોડ દસ લાખની ઑફર મૂકી હતી. પરંતુ પેલાએ સવિનય એ ઑફર નકારી કાઢી હતી.  

આ બાબતમાં લેટેસ્ટ સમાચાર મુજબ સલમાન ખાને આ ઘોડાને જોયો ત્યારે પહેલી નજરે એેના પ્રેમમાં પડી ગયો હતો. એણે સકાબને ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને બે કરોડ રૃપિયા જેવી માતબર ઑફર પણ મૂકી હતી. આ ઘોડાની વિશેષતા એ છે કે સકાબ ઉપરાંત આ ઓલાદના દુનિયામાં હવે માત્ર બે ઘોડા રહ્યા છે. એક અમેરિકામાં છે અને એક કેનેડામાં છે. આ ઘોડાની રવાલ ચાલ એવી છે કે માત્ર ચાલતો હોય ત્યારે પણ કલાકના ૪૩ કિલોમીટરની એની ઝડપ હોય છે. એની ચાલ એવી સીધી સટ હોય છે કે સવારને જરાય આંચકા સુદ્ધાં ન આવે. સવાર મોજથી બેસી રહે તો પણ સકાબ ચાલતો રહે છે. એની દોડવાની સ્પીડની માત્ર કલ્પના કરવાની છે, આ ઘોડો હાલ પાંચ વર્ષનો છે. અગાઉ એના બે અલગ નામ હતા. પહેલું નામ તુફાન અને બીજું નામ પવન હતું. સિરાજ પઠાણ એના ત્રીજા માલિક છે.

સકાબના હાલના માલિક સિરાજ પઠાણે રાજસ્થાનમાં યોજાએલા એક અશ્વમેળામાં સાડા ચૌદ લાખ રૃપિયા ચૂકવીને આ ઘોડો ખરીદ્યો હતો. હવે સલમાને બે કરોડની ઑફર મૂકી છતાં પઠાણ માન્યા નથી.

Post Comments