Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બોબી દેઓલ હવે 'બોડી દેઓલ' છે

-સુપર સ્ટાર સલમાન ખાને જાહેર કર્યું

-રેસ થ્રી માટે ખાસ વર્ક આઉટ દ્વારા બોડી બનાવ્યું

મુંબઇ તા.૧૭

 સુપર સ્ટાર સલમાન ખાને કહ્યું હતું કે બોબી દેઓલ હવે બોડી દેઓલ બની ચૂક્યો છે. રેસ થ્રીમાં તમે એ જોઇ શકશો. આ ફિલ્મ માટે બોબીએે ખાસ વર્ક આઉટ દ્વારા પોતાની કાયા બનાવી છે.

રેસ થ્રીમાં પહેલીવાર બોબી અને સલમાન બંને ખુલ્લા ડિલે નજરે પડશે. આ ખુલ્લા ડિલમાં બોબીએ કસરત અને પૌષ્ટિક આહાર દ્વારા બોડી બનાવી છે એ જોઇ શકાય છે. એ સંદર્ભમાં સલમાને આ ટકોર કરી હતી.

સલમાન તો અગાઉ એક કરતાં વધુ વખત પરદા પર ખુલ્લા શરીરે રજૂ થઇ ચૂક્યો છે. બોબી પહેલીવાર ખુલ્લા ડિલે રજૂ થઇ રહ્યો છે. એક અભિપ્રાય મુજબ ખુદ સલમાને બોબીને કસરતી કાયા બનાવવા માટે કેવો વ્યાયામ કેટલો કરવો અને કેવો આહાર લેવો એની વિગતો સમજાવી હતી અને એે રીતે બોબીએ સખત વર્ક આઉટ કરીને બોડી બનાવી હતી. 

સલમાને કહ્યંુ કે અગાઉ ધર્મેન્દ્ર અને બચ્ચન સા'બે જે પ્રકારની એક્શન ફિલ્મો બનાવી હતી એવી ફિલ્મ મેં રેસ થ્રી દ્વારા બનાવવાનો પ્રયાસ કર્યો હતો. અમે બે વર્ષ પહેલાં આ ફિલ્મની સ્ક્રીપ્ટ સાંભળી હતી. ત્યારબાદ મેં રમેશ તૌરાનીને કેટલાક ફેરફાર સૂચવ્યા હતા. એ ફેરફાર થઇ ગયા બાદ ફરી સ્ક્રીપ્ટ સાંભળી હતી અને ત્યારબાદ ફિલ્મ સાઇન કરી હતી.

અત્રે એ યાદ રહે કે ખુદ ધર્મેન્દ્રે સલમાનને પોતાના પુત્ર બોબીની ડામાડોળ કારકિર્દીને વેગ આપવા મદદ કરવાની વિનંતી કરી હતી.

Post Comments