Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાઇના નેહવાલની બાયો-ફિલ્મ વિલંબમાં નથી પડી

-ટોચની અભિનેત્રી શ્રદ્દા કપૂરે કરેલો ખુલાસો

-મારી ટ્રેનિંગ હજુ પૂરી થઇ નથી એટલે ફ્લોર પર નથી ગઇ

મુંબઇ તા.૧૪

ટોચની અભિનેત્રી શ્રદ્ધા કપૂરે કહ્યું હતું કે મને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ઓલિમ્પિક્સ ખેલાડી સાઇના નેહવાલની બાયો-ફિલ્મ વિલંબમાં પડી નથી. એનું કામ ચાલુ છે.

મિડિયા સાથે વાતચીત કરતાં શ્રદ્ધાએ કહ્યું કે મારી બેડમિંગ્ટન રમવાની અને અન્ય ટ્રેનિંગ હજુ પૂરી થઇ નથી એટલે ફિલ્મ ફ્લોર પર ગઇ નથી. પૂરતી તૈયારી વિના મારે આ ફિલ્મ કરવી નહોતી એટલે મેં ફિલ્મ સર્જકને વિનંતી કરી હતી કે પહેલાં મારી તાલીમ પૂરી થઇ જવા દો. પછી આપણે શૂટિંગ શરૃ કરીએ.

બેડમિંગ્ટનની તાલીમ ચાલુ હતી એ દરમિયાન શ્રદ્ધાની ભૂલ થતાં એને પગમાં ઇજા થઇ હતી એટલે ડૉક્ટરે થોડા ધીમા પડવાની સલાહ આપી હતી. પરિણામે બે ત્રણ દિવસ નીકળી ગયા હતા. શ્રદ્ધા માને છે કે આંતરરાષ્ટ્રીય લેવલની બેડમિંગ્ટન પ્લેયરે જે તાલીમ લેવી પડે એવી નહીં તોય ફિલ્મમાં પોતે ભજવેલું પાત્ર પ્રતીતિજનક લાગે એટલી તૈયારી તો કરવી જોઇએ. ખુદ સાઇના એને તૈયારીમાં મદદ કરી રહી છે પરંતુ સાઇના પણ બીઝી સ્પોર્ટપર્સન છે એટલે થોડો વિલંબ સહજપણે થયો હતો.

Post Comments