Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રોહિત શેટ્ટીએ આગામી ફિલ્મમાં રણવીર સિંહને સાઇન કર્યો

- પરિણામે દિગ્દર્શક અને અજય દેવગણ વચ્ચેના મતભેદની ચર્ચાને વેગ મળ્યો

મુંબઇ,તા.૭

રોહિત શેટ્ટીએ પોતાની આગામી ફિલ્મ 'શિમ્બા માટે અજય દેવગણને સાઇન ન કરતાં રણવીર સિંહને લીધો છે. ત્યારથી બન્નેની દોસ્તીમાં તિરાડ પડયાની વાતને વધુ વેગ મળ્યો છે.

રોહિત શેટ્ટી અને રણવીર સિંહે એક વિજ્ઞાાપનમાં સાથે કામ કર્યું ત્યારથી રોહિતને રણવીર સાથે ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા હતી. રોહિત અને અજયે લગભગ ૧૦ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. પરંતુ આ વખતે સાઉથની રિમેક માટે પોલીસ ઓફિસરની ભૂમિકામાં તેણે રણવીર પર મહોર મારી છે.

જોકે ભૂતકાળમાં પણ ચેન્નઇ એક્સપ્રેસ ફિલ્મ બનાવતી વખતે પણ રોહિતે શાહરૃખને સાઇન કર્યો હતો. ત્યારે પણ અજય દેવગણ નારાજ થયાની ચર્ચા હતી. જોે એ પછી પણ તેણે કિંગ ખાનને દિલવાલે ફિલ્મમાં સાઇન કર્યો હતો. શાહરૃખ અને અજય દેવગણ વચ્ચે પાકી દુશ્મનાવટ છે તે વાત કોઇથી અજાણી નથી.

બન્ને એકબીજાની સામુ જોવા પણ તૈયાર નથી.છતાં રોહિતે કિંગ ખાનને પોતાની ફિલ્મમાં સાઇન કર્યો હતો. હવે અજય દેવગણને છોડીને રણવીર સિંહને પોલીસ ઓફિસરની ભૂમિકા માટે સાઇન કર્યો છે તેથી અજય ફરી નારાજ થાય તેવી વકી છે.

Post Comments