Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઋષિ કપૂરે રાહુલ પર નિશાન સાધ્યું

- ચાર પેઢી બોલીવુડમાં પરિવારવાદને કારણે નહી પરંતુ મહેનતથી

મુંબઇ, તા.૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ હાલમાં વિદેશની એક યુનિવર્સિટીમાં પરિવારવાદ પર એક ભાષણ આપ્યું હતું. એણે કહ્યું હતું કે પરિવારવાદ પ્રત્યેક રાજનૈતિક દળની સમસ્યા છે. પોતાની  સ્પીચમાં એણે અભિષેક બચ્ચનનું નામ પણ ટાંક્યું હતું.

રાહુલનું આ નિવેદન ઋષિકપૂરને પસંદ ન આવ્યું. એણે ટ્વીટ દ્વારા રાહુલ પર નિશાન સાધ્યું અને લખ્યું ''રાહુલ ગાંધી ભારતીય સિનેમાંના ૧૦૬ વર્ષના ઇતિહાસમાં કપૂર પરિવારનું યોગદાન ૯૦ વર્ષનું છે, પરંતુ પ્રત્યેક પેઢીને લોકોએ એમનું ગુણવત્તાના આધારે પસંદ કરી છે. પૃથ્વીરાજ, રાજ, રણધીર અને રણબીર કપૂર'' પરિવાર વાદને લગતો તેઓ કોઇ બકવાસ ન કરે. તમારે મહેનત દ્વારા લોકોની ચાહના અને ઇજ્જત પામવા પડશે, નહીં કે બળજબરી અને ગુંડાગીરી થકી.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ ઋષિ કપૂરે ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું હતું. એમણે માગણી કરી હતી કે આવા તમામ સ્થળોના નામ બદલવા જોઇએ, જેનું નામકરણ ગાંધી પરિવારની  વ્યક્તિઓ પરથી થયું છે.

Post Comments