Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રિચા નવા પાત્રને જીવંત કરવાની તૈયારી કરે છે

-અગાઉ કેટલાંક સરસ મહિલાલક્ષી પાત્રો કર્યાં હતાં

-ઇનસાઇડ એજ ફિલ્મ ક્રિકેટ અને શોબિઝ પર બનવાની છે

મુંબઇ તા.૧૯

 ગેંગ્સ ઑફ વાસેપુરની નગમા ખાતુન, મસાનની દેવી પાઠક અને ફૂક્રેની ભોળીભાલી પંજાબણ... આ તો બે ચાર પાત્રોનાં નામ છે જે રિચા ચડ્ડાએ યાદગાર રીતે ભજવ્યાં હતાં. હવે એ પોતાના નવા પાત્રની તૈયારીમાં પડી છે.

યસ, આ વાત એની આગામી ફિલ્મ ઇનસાઇડ એજની છે. એમેઝોન પ્રાઇમ શો દ્વારા બનનારી આ ફિલ્મ ઇનસાઇડ એજમાં ક્રિકેટ અને શોબિઝની વાત વણી લેવામાં આવી છે.

આ ફિલ્મમાં રિચા એક એવી ટોચની ફિલ્મ સ્ટારની વાત કરે છે જે ક્રિકેટ ટીમની માલિકણ પણ છે. હજુ ગયા સપ્તાહે કોઇ પૂર્વ કારણ વિના પ્રીતિ ઝિન્ટાએ એવી હૈયાવરાળ કાઢી હતી કે ઇનસાઇડ એજમાં મારી સ્ટોરી નથી.વાસ્તવમાં અફવા એવી ઊડી હતી કે એની આર્થિક સ્થિતિ ખૂબ જ કંગાળ થઇ જવાથી એને આઇપીએલના ભાગેડુ ચેરમેન લલિત મોદીએ શરતી મદદ કરી હતી. અફવા મુજબ આ શરત જાતીયશોષણની હતી. એટલે ફિલ્મ બનવા અને રજૂ થવા અગાઉ એણએ એવી સ્પષ્ટતા કરી હતી કે આ ફિલ્મમાં મારી વાત રજૂ થઇ નથી. એની આ જાહેરાત ફિલ્મના પ્રચારમાં ખૂબ મહત્ત્વની થઇ પડે એવુ ંલાગે છે.

ખેર રિચા આ ક્રિકેટ માલિકણ ફિલ્મ સ્ટારનો રોલ કરવાની છે. એણે પોતાના પાત્રને જીવંત કરવા માટે પૂર્વતૈયારી શરૃ કરી દીધી હોવાની જાણકારી મળી હતી.

રિચા આ શોમાં ઝરીના મલિકનો રોલ કરી રહી છે અને એને માટે એ સંબંધિત પાત્રની બોડી લેંગ્વેજનો અભ્યાસ કરી રહી હતી.

Post Comments