Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુપરહિટ ફિલ્મ 'ઓહ માય ગોડ'ની સિકવલની તૈયારી શરૃ

- અક્ષયકુમાર ફરી કૃષ્ણ બનશે?

મુંબઇ, તા.૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017
તાજેતરમાં ૫૦ વર્ષની ઉજવણી કરનાર બોલીવૂડનો ખેલાડી અક્ષય કુમાર ચોમેર છવાયેલો છે. એની છેલ્લી રિલિઝ થયેલી 'ટોઇલેટ એક પ્રેમ કથા' ફિલ્મે ૧૩૫ કરોડ રૃપિયાની કમાણી કરી લીધી છે. અને આવતા વર્ષ પણ બોક્સ ઓફિસ પર અક્ષયને જ જાદુ છવાયેલો રહેશે.

તાજેતરમાં પરેશ રાવલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે 'ઓહ માય ગોડ'નો બીજો ભાગ બનાવવાની તૈયારી ચાલી રહી છે. ટુંક સમયમાં જ એના વિશેની વધુ જાણકારી આપવામાં આવશે. હાલ આ ફિલ્મની પટકથા પર કામ ચાલી રહ્યું છે.

ઓહ માય ગોડના બીજા ભાગમાં ઢોંગી બાબાનો કાળા કરતૂતોનો પર્દાફાશ કરવામાં આવશે. જો કે એ જાણવું રસપ્રદ રહેશે કે આ ફિલ્મના બીજા ભાગમાં પણ અક્ષય કૃષ્ણ ભગવાનનો અવતાર લઇને પરેશ રાવલને માર્ગદર્શન આપશે કે નહીં.

હાલ તો અક્ષય કુમાર એની આગામી ફિલ્મ 'ગોલ્ડ'ના સૂટિંગમાં વ્યસ્ત છે. આ ઉપરાંત એની રજની કાંત સાથેની ફિલ્મ '૨.૦' પણ ટુંક  સમયમાં રિલિઝ થશે.

Post Comments