Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઝૂંપડપટ્ટીના લોકોએ રણવીરને ગદ્ગદ કરી મૂક્યો

-ગલી બૉયનું શૂટિંદ ધારાવીના સ્લમ્સમાં થઇ રહ્યું છે

-ચાહકો ઘેરથી રણવીર માટે ટિફિન લઇને આવે છે

મુંબઇ તા.૧૪

 એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી મુંબઇની ધારાવીમાં રહેતા લોકોની પોતાના પ્રત્યેની લાગણી જોઇને ટોચનો અભિનેતા રણવીર સિંઘ આજકાલ ગદ્ગદ થઇ જાય છે એવી માહિતી મળી હતી.

આ વિસ્તારમાં રહીને મોટા થયેલા અને સડકો પર ગાતાં ગાતાં સેલેબ્રિટી થઇ ગયેલા બે કલાકાર ડિવાઇન અને નાઝી નામના ગાયકોના જીવન પર આધારિત કથા ધરાવતી ફિલ્મ ગલી બૉયમાં રણવીર મુખ્ય ભૂમિકા કરી રહ્યો છે. આલિયા ભટ્ટ આ ફિલ્મની હીરોઇન છે. અહીં રણવીર રોજ સતત બાર બાર કલાક શૂટિંગ કરે છે. એની કામ પ્રત્યેની સમર્પિતતા અને ઝૂંપડપટ્ટીના બે યુવાનો વિશેની ફિલ્મનો એ હીરો છે એ હકીકત ધ્યાનમાં રાખીને અહીંના સ્થાનિક લોકો એના પર અઢળક પ્રેમ વરસાવી રહ્યા છે એવી જાણકારી મળી હતી.

પોતાના વિસ્તારમાં રણવીરની બધી સગવડો સચવાઇ રહે એ રીતે ધારાવી સ્લમ્સના લોકો એની સગવડો સાચવે છે. બાર કલાકના શૂટિંગ દરમિયાન બે શોટની વચ્ચે રણવીર ફ્રી હોય ત્યારે આ લોકો એને માટે ખાસ ફ્રૂટ જ્યુસ અને જમવાના સમયે ઘરે રાંધેલી રસોઇના ટિફિન લઇને આવે છે. એમની આ લાગણી જોઇને રણવીર ગદ્ગદ થઇ જાય છે. એ પોતે પણ લોકોની સાથે ખુલ્લા દિલે વાતચીત કરીને એમની રોજની રહેણીકરણીમાં રહેલી તકલીફો વિશે માહિતી મેળવ છે અને પોતાનાથી બનતી મદદ કરવાની તૈયારી પણ દાખવે છે.

Post Comments