Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શૂટિંગમાં દખલ ન પડે તે માટે રણવીરે બે કરોડની ઓફર ઠૂકરાવી

- અભિનેતાને એક લગ્નમાં ફક્ત ૩૦ મિનિટ માટે પરફોર્મ કરવાનું હતું

મુંબઇ, તા.13 ફેબ્રુઆરી, 2018, મંગળવાર

સંજય લીલા ભણશાલીની ફિલ્મ પદમાવત બાદ રણવીર સિંહની લોકપ્રિયતામાં વધારો થયો છે. તેને એક લગ્નમાં એપીયરન્સ માટે રૃા. બે કરોડની ઓફર આપવામાં આવી હ્તી, પરંતુ અભિનેતાએ વિનમ્રતાથી ઠુકરાવી હતી. હાલ રણવીર આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી તેણે ઓફર સ્વીકારી નહીં.

રણવીરે પોતાની ટીમને કહ્યું હતું કે પરફોર્મન્સ કરતા મારે મારા રોલ પર વધુ ધ્યાન આપવું છે. રણવીર હવે એક ફિલ્મ માટે રૃા. ૧૩ કરોડ મહેનતાણું વસૂલી રહ્યો છે. રણવીર એક  પ્રોફેશનલ કલાકાર છે. તે પોતાના કામ પ્રત્યે ગંભીર છે. તેથી જ તેણે લગ્નમાં ૩૦ મીનિટના પરફોર્મન્સના રૃા. બે કરોડની ઓફર ઠુકરાવી હતી.

અભિનેતા હાલ આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે અને તે નહોતો ઇચ્છતો કે તેના શૂટિંગમાં દખલ પડે. તેથી તેણે આવો નિર્ણય લીધો હતો. લગ્નમાં અપીયરન્સ માટે તેને એક શહેરમાંથી બીજા શહેર જવાનું હતું અને ફરી રાતના પાછા ફરવાનું હતું. તેથી તે આવો પરિશ્રમ ઉઠાવવા રાજી થયો નહોતો તેમ સૂત્રે વધુમાં જણાવ્યું હતું.

Post Comments