Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બ્રહ્માસ્ત્ર માટે રણબીર દૂબળો થઇ રહ્યો છે

-સંજય દત્તના રોલ માટે બાવડાં કસ્યાં હતાં

-બ્રહ્માસ્ત્રમાં એવી કાયાની જરૃર નથી

મુંબઇ તા.૧૬

ટોચનો અભિનેતા રણબીર કપૂર આજકાલ પાતળિયો પરમાર બનવા માટે સતત વર્ક આઉટ કરી રહ્યો હોવાની જાણકારી મળી હતી.

આ અંગે મળેલી માહિતી મુજબ રણબીર સંજય દત્તની બાયોફિલ્મ કરતી વખતે રણબીરે ખાસ આહાર અને ચોક્કસ પદ્ધતિન વર્ક આઉટ દ્વારા કાયા જમાવી હતી કારણ કે એ પાત્રની જરૃરિયાત હતી. હવે સંજય દત્તની બાયો-ફિલ્મ લગભગ પૂરી થઇ ચૂકી છે અને હાલ એ કરણ જોહરની ટ્રિલોજીની પહેલી કડી જેવી બ્રહ્માસ્ત્ર ફિલ્મ કરી રહ્યો છે જેમાં એ સુપરીહીરોના રોલમાં છે. એ માટે સ્નાયુબદ્ધ કાયાની જરૃર રહી નથી પરંતુ પાતળા દેખાવાનું જરૃરી છે એટલે હાલ રણબીરે ખોરાકના પ્રમાણ અને પ્રકાર બદલીને વર્ક આઉટની સિસ્ટમ પણ બદલી નાખી હતી.

રણબીરની નિકટનાં સૂત્રોએ કહ્યું કે રણબીરે ખાસ ટ્રેનરની મદદ લીધી છે અને એની મદદથી સ્ટ્રીકટ ડાયેટ અને વર્ક આઉટ કરી રહ્યો છે. જો કે એને કારણે ક્યારેક સહેલાથી ઉશ્કેરાઇ જાય છે. પરંતુ એ સમજી શકાય એવી વાત છે. નિયમિત મસાલેદાર વાનગી ઝાપટવાની ટેવ હોય એને અચાનક આહારના પ્રકાર અને પ્રમાણમાં ફેરફાર કરવાના આવે ત્યારે માણસ થોડો અપસેટ થઇ જાય.

બ્રહ્માસ્ત્રમાં એની સાથે આલિયા ભટ્ટ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ ચમકી રહ્યાં છે.

Post Comments