Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પિતા રિશી કપૂરના અપમાનજક વર્તન માટે પુત્ર રણબીરે મહિલા ચાહકની માફી માંગી

- રિશી અને મહિલા ફેન વચ્ચે એટલી બોલાચાલી થઇ ગઇ કે  રણબીરે વચ્ચે પડી મામલો શાંત પાડયો
મુંબઇ,તા.12 જાન્યુઆરી 2018, શુક્રવાર

તાજેતરમાં એક રેસ્ટોરન્ટમાં રિશી કપૂર પત્ની નીતુ અને રણબીર સાથે ડિનર માટે ગયો હતો. જ્યાં  કપૂર પરિવારની મહિલા ચાહકે તેની સાથે સેલ્ફી પડાવવાની વિનંતી કરી હતી. તો નીતુ અને રણબીરે ખુશીખુશી મહિલાનું માન રાખ્યું હતું. પરંતુ રિશી સ્વભાવ પ્રમાણે વટક્યો હતો.

એક વેબસાઇટના અનુસાર રિશી પત્ની નીતુ અને પુત્ર રણબીર સાથે ડિનરની મોજ માણવા એક  રેસ્ટોરન્ટમાં ગયો હતો. તેમને જોઇને એક મહિલા ચાહક તેમની સાથે તસવીર પડાવવાની વિનંતી કરતી આવી. નીતુ અને રણબીરે પોતાની આ ફેનનુ માન જાળવીને તેની સાથે સેલ્ફી લીધી હતી. એ પછી મહિલાએ રિશીને પણ આમ કરવાનું કહેતા તેણે સ્પષ્ટ ના પાડી દીધી હતી.

ભોજન બાદ કપૂર પરિવાર રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતો હતો ત્યારે તે મહિલા ફરી રિશી પાસે આવી હતી.તેણે ફરીફરીને પોતાની સાથે તસવીર પડાવાનું કહ્યું હતું તો રિશીએ ફરી ના પાડી. તેથી તે મહિલાએ 'કેવો તોછડો છે તેવી ટિપ્પણી કરી હતી. જેનાથી રિશીએ પિત્તો ગુમાવ્યો હતો. તે મહિલા પર રિશી ભડકી ગયો હતો. બન્ને વચ્ચે જબરદસ્ત બોલાચાલી થઇ હતી. અંતે પુત્ર રણબીરે વચ્ચે પડીને મામલો શાંત પાડીને પિતાને કારમાં બેસાડયા હતા.

રિશી પોતાના સ્પષ્ટ સ્વભાવ માટે કુખ્યાત છે. તેને કોઇ વ્યક્તિ માટે જે કહેવું હોય છે તે વગરસંકોચે બિનદાસ્ત કહી દે છે. ઘણી વખત તો તેણે પોતાના પુત્ર માટે પણ ટીપ્પણી કરી છે.

Post Comments