Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સંજય દત્તનું પાત્ર ભજવવા રણબીર કપૂરે આમિર ખાનના માર્ગે ચાલવું પડશે

- જૂનિયરકપૂરે પોતાનામાં ઘણા બદલાવ લાવવા પડશે

મુંબઇ,તા.૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
સંજય દત્તની બાયોપિક માટે રણબીર કપૂરે આમિર ખાનને બતાવ્યા રસ્તા પર ચાલવું પડશે. જોકે એ ક વાત સ્પષ્ટ છે કે એ સરળ રસ્તો નહીં હોય, પરંતુ પરફેકશન જોઇતું હોય તો મિ. પરફેકશનિસ્ટની જેમ કામ કરવું પડશે.

સંજય દ્તની બાયોપિકને ફિલ્મ રાજ કુમાર હિરાણી દિગ્દર્શન કરી રહ્યા છે.આ ફિલ્મ બાબત નાનામાં નાની વાતની કાળજી રાખવામાં આવી રહી છે. એટલું જ નહીં ફિલ્મ બાબત પણ કોઇ વાત જાહેર ન થઇ જાય એ બાબતે પણ પૂરતી સાવધાની રાખવાના પ્રયાસ થઇ રહ્યા છે.

ફિલ્મને લઇને તાજા સમાચાર એ છે રણબીર કપૂરે આ ફિલ્મમાં વારંવાર વજન ઘટાડવું અને ચડાવવું પડશે. તેમાંય ખાસ વાત તો એ છે કે રણબીરે આ વજન ઓર્ગેનિક રીતે વધારવું કે ઘટાડવું પડશે. આ માટે રણબીરને પ્રોસ્થેટિક મેકઅપની મદદ મળશે નહીં.રણબીરે સંજયના દેખાવ સાથે મેળ ખાવા માટે તેના વાસ્તવિક જીવનમાં જેવા કદ-કાઠી હતા તેવું  જ દેખાવવું પડશે.બિલકુલ એ જ રીતે જે રીતે આમિરે દંગલમાં કર્યું હતું. સફેદ વાળ ધરાવતા મહાવીર ફોગટ   નિભાવવા માટે આમિરે પોતાનું વજન રિયલ લાઇફમાં વધાર્યું હતું.

એ પછી તેણે યુવાન મહાવીર ફોગટ માટે વજન ઘટાડયું હતું. હવે રણબીરે એ જ રીતે વજન વધારવા-ઘટાડવા પડશે. આમિરે પહેલા વધેલા વજન સાથેના શૂટિંગ કરાવ્યા હતા. હવે રાજ કુમાર હિરાણી કઇ રીતે શૂટિંગ કરે છે તે જોવાનું રહ્યું.

સંજય દત્તની બાયોપિકમાં મોટા ભાગનો હિસ્સો પુણેની યરવડા સેન્ટ્રલ જેલનો હશે. આ હિસ્સાની શૂટિંગહીરાણીએ ગયા વરસે સંજય જેલમાંથી નીકળ્યો હતો ત્યારે જ કર્યું છે. ફિલ્મ નું બીજું શેડયુલ ફેબુ્રઆરીમાં શરૃ કરવામાં આવશે.
 

Post Comments