રજનીકાંત સલમાન ખાન સાથે ટકરાશે
-બંનેની ફિલ્મો ઇદ પર રજૂ થવાની છે
-બંને પોતપોતાની રીતે સુપર સ્ટાર છે
ચેન્નાઇ/ મુંબઇ તા.૧૬
સાઉથના ફિલ્મોદ્યોગના ભગવાન મનાતા રજનીકાંત અને બોલિવૂડના સુપર સ્ટાર સલમાન ખાન આ વર્ષની ઇદ પર એકબીજાની સાથે બોક્સ ઑફિસ પર ટકરાશે એવી માહિતી મળી હતી.
સલમાન ખાનની હાલ બની રહેલી રમેશ તૌરાની નિર્મિત અને રેમો ડિસોઝા નિર્દેશિત ફિલ્મ રેસ થ્રી ઇદ પર રજૂ થવાની છે. જો કે સલમાન ખાન કાયમ ઇદ પર પોતાની ફિલ્મ રજૂ કરે છે અને એની દ્રષ્ટિએ ઇદ એને માટે શુકનિયાળ હોય છે. રજનીકાંત માટે આવું કઙી શકાય નહીં. રજનીકાંતની ફિલ્મો અગાઉ ગમે તે દિવસે રજૂ થઇને પણ સુપરહિટ નીવડતી રહી છે. એમણે કદી કોઇ ચોક્કસ દિવસ કે પર્વને પોતાના માટે શુકનિયાળ ગણાવ્યું નથી. આ વર્ષે પહેલીવાર સલમાન ખાનની રેસ સાથે રજનીકાંતની કાલા ફિલ્મ રજૂ થવાની છે એટલે બંનેના લાખ્ખો ફેન્સ અનેરી ઉત્તેજના અનુભવી રહ્યા છે.
આમ તો રજનીકાંતની કાલા ૨૭મી એપ્રિલે રજૂ થવાની હતી પરંતુ હાલ સાઉથના ફિલ્મોદ્યોગમાં હડતાળ ચાલી રહી છે એટલે આ ફિલ્મને મોડી રજૂ કરવાનો નિર્ણય ફિલ્મના સર્જકોએ લીધો હતો એવી માહિતા મળી હતી. છેલ્લા એક મહિનાથી સાઉથના ફિલમ સર્જકો અને ડિજિટલ સર્વિસ પ્રોવાઇડર્સ વચ્ચે ગંભીર મતભેદો પ્રવર્તે છે. બંનેમાંથી કોઇ નમતું આપવા તૈયાર નથી એટલે હડતાલ પડી હતી.
Post Comments
૨૦૧૯ના વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર ભારત છ સ્થળોએ નવ લીગ મેચ રમશે
ચેમ્પિયન્સ ટ્રોફી 'આઉટ' : ૨૦૨૧માં ભારતમાં ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ રમાશે
કોહલીને ખેલ રત્ન અને દ્રવિડને દ્રોણાચાર્ય એવોર્ડ માટે નોમિનેશન
કોહલી એક તબક્કે તો ભૂલી ગયો હતો કે ધોની હરિફ ટીમને જીતાડે છે
નડાલની ડ્રીમ રન જારી : બાર્સેલોના ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યો
એશિયન બેડમિંટન ચેમ્પિયનશીપમાં સાયના અને સિંધુ ક્વાર્ટર ફાઈનલમાં
ચેન્નાઈ સામે હવે કોઈ પણ સ્કોરને સલામત માની શકાય નહી
નીતુ સિંઘ કપૂરનું ટૂંકમાં નાને પરદે આગમન થશે
પ્રભાસ અને પૂજા હેગડે પીરિયડ રોમાન્સ ફિલ્મમાં સંગાથે
કરણ જોહરની આગામી ફિલ્મનાં એક સેટ માટે ૧૫ કરોડ ખર્ચાયો
છેવટે સોનમ કપૂરના લગ્નની તારીખની ધારણાઓનો અંત
બાઝાર ફિલ્મમાં ચિત્રાંગદા સિંઘનો ડાન્સ હશે
મારી કારકિર્દીનો આ સૌથી મુશ્કેલ રોલ છે
વરસે એકાદ બે ફિલ્મો હું કરતી રહીશ
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News